તમે પાવાગઢ જરૂર ગયા હશો પરંતુ તમને ત્યાંની આ એક વસ્તુની ખબર નહિ હોય- જાણો

૧૦૦ % તમને આ નહિ જ ખબર હોય – પાવાગઢ માતાજીના દર્શને તો ઘણા ભક્તો ગયા હશે પણ ૯૯ % લોકોને આ એક વસ્તુની નહિ ખબર હોય જે ખુબ જ મહત્વની છે

આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે અને આ મંદિરો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ બનેલા હોય છે. ત્યારે ઘણા આવા પ્રાચીન મંદિરોમાં એવું બનતુ હોય છે કે, ત્યાના માતાજીની જો પૂરી શ્રદ્ધાથી બાધા રાખવામાં આવે તો માતાજી ભક્તોને નિરાશ કરતા નથી. કેટલાક મંદિરોમાં તો ચમત્કારના પણ ઘણા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ચમત્કારના કિસ્સાઓ સાંભળી ઘણા દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે.

તેવું જ એક મંદિર ગુજરાતના પંચમહાલના હાલોલમાં પાવાગઢના ડુંગર પર આવેલ મહાકાળી માતાનું મંદિર છે. શ્રદ્ધાળુઓ પાવાગઢ પર ઘણી શ્રદ્ધા રાખે છે. લોકો નવરાત્રીના નવ દિવસ અહીં આવવાનું પસંદ કરતા હોય છે. દર વર્ષે હજારો લોકો અહીં પગપાળા દર્શન માટે આવતા હોય છે. પાવાગઢની મહાકાળી માતાજી શક્તિપીઠ મહાશક્તિશાળી પણ કહેવાય છે. જે ભક્તો પગપાળા ન જઇ શકતા હોય તેમના માટે રોપ-વેની પણ સગવડ છે. શ્રદ્ધાળુઓ મહાકાળી માતાની ભક્તી કરી તેમની બાધા રાખે છે અને માતા માઇભક્તોની બાધા એટલે કે મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે.

જણાવી દઇએ કે, પાવાગઢના ડુંગર પર અલગ અલગ સાત પ્રકારના જિનાલયો છે, અને ત્યાંની માન્યતાને આધારે તેમાંનું એક પવિત્ર ગણાય છે. આ મહાકાળી માતાના મંદિરમાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે અને આજે પણ પાવાગઢના ડુંગર પર ચારેય બાજુથી પવન આવે છે અને આ જ કારણે પ્રાચીન સમયમાં તે સ્થાનને પવનગઢ કહેવાતુ હતુ.

Team Dharmik