10 દિવસ પહેલા ચાલતા શીખેલા કોન્સ્ટેબલના દીકરાનું બાલકનીની ગ્રીલમાંથી નીચે પડી જતા મોત, કોન્સ્ટેબલે રડતા રડતા કહ્યું કે મારા કારણે… વાંચો..!

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં કેટલીકવાર લાપરવાહી અથવા તો કેટલીકવાર અકસ્માતે મોત થતુ હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વર્ષના માસૂમ દીકરાનું અકસ્માતે મોત થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. કોલાર વિસ્તાર પાસે કસ્ટમ કોલોનીમાં રહેતા કોન્સ્ટેબલ અરવિંદભાઈ કાકોડિયા મૂળગંજ રાઈસેન વિસ્તારના છે. તેમના પરિવારમાં તેમનો છ વર્ષનો મોટો દીકરો તેમજ એક વર્ષનો નાનો દીકરો ઉત્કર્ષ હતો.  તેઓ પત્ની અને પરિવાર સાથે અહીં રહેતા હતા.

બપોરના સમયે તેઓ પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચ્યા ત્યારબાદ પરિવાર સાથે ભોજન લીધું.જયારે પત્ની રસોડામાં કામકાજ કરતી હતી ત્યારે તેઓ બંને દીકરા સાથે સોફા પાસે બેઠા હતા. જ્યારે પત્નીએ રસોડામાંથી બૂમ પાડી તો તેઓની સાથે પાછળ મોટો દીકરો પણ જવા લાગ્યો. એક વર્ષનો દીકરો માત્ર દસ દિવસ પહેલા જ ચાલવાનું શીખ્યો હતો અને તેને કારણે તે ચાલતો ચાલતો સોફા પાસેથી બાલકની પાસે ચાલ્યો ગયો અને ત્યાં રમતા રમતા ગ્રીલની વચ્ચેથી પસાર થઈ નીચે પડી ગયો.આ તમામ બાબતથી પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તેમજ તેમની પત્ની અને તેમનો મોટો દીકરો અજાણ હતા.

જ્યારે રસોડાનું કામકાજ પૂર્ણ કરીને તેઓ હોલ તરફ પરત ફર્યા ત્યારે જોયું તો તેમનું નાનો દીકરો ઉત્કર્ષ દેખાયો નહીં, તેમને લાગ્યું કે, તે બાળકોની પાસે રમતો હશે. જેવા તેઓ બાલ્કની પાસે ગયા તો તેમનો દીકરો નીચે પડેલો દેખાયો. ઉપરથી નીચે પડવાને કારણે ઉત્કર્ષના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. બાલકનીથી 15 ફૂટ નીચે પડતાની સાથે જ તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. માત્ર દસ દિવસ પહેલાં ચાલતો આ દીકરો નીચે પડી જતા તેનું મોત થયું હતુ. આ ઘટનાને લઇ તેના પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે.

Team Dharmik