ગાડી કે દુકાનમાં “મોગલ કૃપા” લખાવી શકાય ? મણિધર બાપુએ કહ્યુ…

મિત્રો જો તમે કારમાં કે શો પર ‘માં મોગલ કૃપા’ લખાવતા હો તો ચેતજો ! મણિધર બાપુ એ આ બાબતે વિશેષ કહ્યું કે.. જુઓ વિડીયો.

ભક્તો માટે ગુજરાતના કચ્છના ભચાવ તાલુકામાં આવેલ મા મોગલનું કબરાઉ ધામ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ઘણા વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ પણ અહીં માં મોગલના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ઘણા લોકો પોતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવતા હોય છે. ત્યારે માનતા પૂરી કરવા આવે તે લોકોને માં મોગલના ધામમાં બિરાજમાન મણીધર બાપુ ભક્તોને યોગ્ય સલાહ સુચન આપતા હોય છે.

તેઓ કહેતા હોય છે કે માં મોગલ પાસે જો સાચા મનથી કંઇ ઈચ્છા પ્રગટ કરવામાં આવે તો તે બધી જ પૂરી થાય છે. જો કે, હાલમાં મણિધર બાપુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, આપણે ગાડીમાં અને કેટલીક દુકાનોમાં જોયુ હશે કે માં મોગલનું નામ લખેલું હોય છે. અથવા તો કોઇ માં મોગલ સાથે સંબંધિત વાક્ય લખેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાડી પર મોગલ કૃપા એવું લખાવવું કેટલા અંશે યોગ્ય છે ?

મણીધર બાપુએ કહ્યુ કે, કેટલાક લોકોની ગાડી પર મોગલ કૃપા લખેલું હોય છે. પરંતુ તે લોકોની ગાડીઓમાંથી દારૂની બોટલ નીકળતી હોય છે. તે યોગ્ય કહી શકાય નહીં. કેટલાક લોકો તો ગળામાં મોગલના ફોટાવાળું પણ કંઈ પહેરતા હોય છે અને હાથમાં માં મોગલના ફોટાવાળી વીંટી પહેરતા હોય છે. જોકે, રાત પડે હાથમાં દારૂનો ગ્લાસ આવી જાય તો આ યોગ્ય નથી. તેઓ કહે છે કે, જો તમે સાચા દિલથી માં મોગલની વસ્તુ કંઈપણ પહેરો છો અથવા તો મોગલનું નામ લખાવો છો તો તેને યોગ્ય રીતે પાળવું જોઇએ.

Team Dharmik