સોમવારની સવારે કરી લો આ નાનો એવો ઉપાય, દરેક સમસ્યાઓ ખતમ થઈને વરસવા લાગશે પૈસા

ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે અને શાસ્ત્રોના આધારે આ ફેરફારની અસર લોકોના જીવન પર પડે છે, આ અસર શુભ કે અશુભ પણ હોઈ શકે છે. મોટાભાગે લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે વ્યાપાર ક્ષેત્રમાં લગાતાર મહેનત કરવા છતાં પણ નુકસાન જ થતું હોય છે. આ સમસ્યાથી બચવા માટે સોમાવરની સવારે માત્ર આ એક નાનો એવો ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થઇ શકે છે.


તેના માટે સોમવારની સવારે સૂર્યોદયના પહેલા સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી તમારે લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવાના રહેશે અને એક લોટામાં ગંગાજળ કે પછી કાચુ દૂધ લેવાનું રહેશે.

જેના પછી મહામૃત્યુંજય જાપ કરવાની સાથે સાથે શિવલિંગનો અભિષકે કરો. આવુ કર્યા પછી મહાકાળને તિલક લગાવો અને રુદ્રાક્ષની માળાથી શિવજીનું ધ્યાન કરો. આવું કર્યા પછી ગાય તથા અને પ્રાણીઓને લીલો ચારો ખવડાવો અને ગરીબોને પણ ભોજન કરાવો.

આ સોમવારે કોશિશ કરો કે તમે ઉપવાસ રાખી શકો. આવું કરવાથી તમે જ અનુભવશો કે ક્યાંક ને ક્યાંક તમારા ઉપર મહાકાલની કૃપા વરસવા લાગી છે જેની તમને ઘણા સમયથી રાહ હતી.

Team Dharmik