જે લોકો કરે છે આવા 5 કામ, તેના ઘરેથી ચાલી જાય છે માં લક્ષ્મી

બધા એવું જ ઇચ્છતા હોય છે કે પોતે ખુબ પૈસા કમાઈ શકે અને ખુબ આગળ વધે. છતાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ ઇચ્છિત પરિણામ નથી મળતું તેની પાછળ દૈવીય શક્તિઓ પણ જવાબદાર હોય છે કે કેમ કે ઘણીવાર આપણે અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી માતા નારાજ થઇ જાય છે અને ઘરમાંથી ચાલી જાય છે. આવો તો તમને જણાવીએ કે એવા ક્યાં કામ છે જેને કરવાથી માં લક્ષ્મી કોપાયમાન થઇ જાય છે.

એવા લોકો કે જે જ્ઞાની કે મહાપુરુષોનું અપમાન કરે છે તેઓના ઘરેથી માં લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. જે લોકો પોતાના વૃદ્ધ ગુરુજનોનું સન્માન નથી કરતા તેઓના ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે, માટે તેઓનું હંમેશા સન્માન કરવું જોઈએ તો જ માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને કૃપા વરસાવશે.

જે ઘરમાં પત્ની પોતાના પતિની આજ્ઞાનું પાલન નથી કરતી અને પતિવ્રત ધર્મનું પાલન નથી કરતી એવી મહિલાઓના ઘરે માં લક્ષ્મી ક્યારેય પણ નિવાસ નથી કરતી.

જે ઘરમાં એઠા વાસણો સમય પર સાફ નથી થતા, કચરો સમય પર નથી વળાતો અને આંગણામાં અનાજ વિખેરાયેલું પડ્યું હોય એવા ઘરમાં માં લક્ષ્મી હંમેશા નારાજ રહે છે. જે ઘરમાં વૃદ્ધ માતા-પિતાનું સન્માન નથી થતું અને તેનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા ચાલી જાય છે અને લક્ષ્મીજી પણ ક્યારેય આવા પરિવારમાં વાસ નથી કરતી.

Team Dharmik