ભગવાન શ્રીકૃષ્ણનો ચમત્કાર : દ્વારકા પર આવેલ સંકટને ભગવાન દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધુ

છેલ્લા થોડા સમય પહેલા ભારે વરસાદ ગુજરાત રાજયમાં વરસ્યો હતો. ગુજરાતની ધાર્મિક નગરી કહેવાતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકાધીશમાં ભારે વરસાદને કારણે આકાશીય વીજળી પડી. આ દરમિયાન મંદિરના શિખર પર લાગેલી ધજાને નુકશાન પહોંચ્યુ હતુ. પરંતુ વીજળી પડવાને કારણે કોઇ અનહોની થઇ નથી.

આ ઘટના બાદ લોકો કહી રહ્યા હતા કે ભગવાન દ્વારકાધીશે આ સંકટને પોતાના માથા પર લઇ લીધુ. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વીજળી પડવાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને દ્વારકાધીશની ખૂબ ચર્ચા થઇ હતી. દ્વારકામાં જોરદાર વરસાદ વરસ્યો, વરસાદ વચ્ચે અચાનક વીજળી ચમકી અને ખૂબ મોટા અવાજ સાથે દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી.

આ દરમિયાન થયેલ અવાજને કારણે લોકો ડરી ગયા હતા. મંદિરના શિખર પર લાગેલ ધજા ફાટી ગઇ હતી જો કે, બીજી કોઇ જ પ્રકારની અનહોની થઇ ન હતી. આ ધજા દ્વારકાધીશની ટોચે આવેલી છે અને તે ધ્વજ ખૂબ જ વિશેષ છે આવી ઘટના પહેલા ક્યારે અહીં બની નથી. ત્યાં જ જોઇએ તો ત્યાના લોકોનું માનવુ છે કે, શ્રીકૃષ્ણ ભગવાને તેમનો ચમત્કાર બતાવ્યો છે. તેમણે પોતાના ભક્તોને બચાવવા માટે વીજળીને પોતાના ઉપર લઈ લીધી અને તેને પોતાનામાં સમાવીને ભક્તોને બચાવ્યા.

વીજળી પડવાની ઘટના અંગે દ્વારકાના પુજારીએ જણાવ્યું કે, આ આસ્થાની બાબત એ છે કે દ્વારકા પર આવી પડેલી આફત દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધી છે. પરંતુ આ સાથે તેમણે એ જણાવ્યુ કે વૈજ્ઞાનિક બાબત છે કે મંદિરથી ઉંચુ શીખર કે બિલ્ડિંગ સમગ્ર દ્વારકામાં નથી અને મંદિર પર લોખંડનો ધજા માટેનો વિશાળ દંડ છે અને પંચધાતુનો લોટો પણ છે જેના લીધે વિજળી શિખર તરફ આકર્ષાઇ.

Team Dharmik