વ્યાપાર અને નોકરીમાં લગાતાર થઇ રહ્યું છે નુકસાન, તો કરી લો આ ઉપાય ફરીથી થવા લાગશે ધનવર્ષા

જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના છે જે બે સિક્કાની બાજુ સમાન છે, આજે સુખ તો કાલે દુઃખ. મોટાભાગે લોકોને અસફળ થવાને લીધે દુઃખનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ વ્યક્તિને ઈચ્છીત સફળતા નથી મળતી. એવામાં શાસ્ત્રોના આધારે આ ઉપાય કરવાથી વ્યાપારમાં થઇ રહેલું નુકસાન અટકી જશે અને ધનવર્ષાની થશે શરૂઆત.

તમે જ્યાં પણ નોકરી કે વ્યાપાર કરી રહ્યા છો તે જગ્યા પર ચાંદીની બનેલી લક્ષ્મીની અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ધ્યાન રાખો કે મૂર્તિનું સ્થાપન તમારે લાલ કપડામાં કરવાનું રહેશે. ભગવાની આ નિયમિત રૂપે પીળા રંગના ફૂલ ચઢાવવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે અને બરકત પણ વધે છે.

આ ઉપાય તમારા અટકેલા પૈસા પણ પાછા અપાવી શકે છે અને વ્યાપારમાં અનેક ફાયદો મળે છે. આ સિવાય તમે તમારા કામ કરવાના ટેબલ પર સ્ફટિકનો બનેલો કાચબો પણ રાખી શકો છો જે ધનવૃદ્ધિ અપાવે છે.

તમારા વેપારમાં પણ ધનલાભના અનેક નવા રસ્તાઓ ખુલશે. આ સિવાય જો તમારું વેપાર સારી રીતે નથી ચાલી રહ્યું તો તમારા કર્મચારીઓને વિષ્ણુ ભગવાનનું ચરણામૃત તુલસીના પાન સાથે આપવાથી વેપારમાં ફાયદો થાય છે અને કર્મચારીઓને પણ તમારા પ્રત્યે માન-સન્માનની લાગણી ઉદ્દભવશે.

તમે તમારા કાર્યસ્થળ પર લીંબુને કાપી તેના ચાર ટુકડા કરો અને તેના પર સિંદૂર લગાવો અને ચારે ટુકડાને ચારે દિશામાં ફેંકી દો. આવું કરવાથી તમારો વેપાર કે નોકરી ખુબ સારી રીતે ચાલશે અને તમારી અંદરની નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે.

Team Dharmik