ખુબ પૈસા કમાવવા માટે કરો આ ટોટકા, કુબેર દેવતા વરસાવશે ધન

જીવનમાં પૈસા જ બધું જ નથી હોતું પણ તે જરૂરી પણ છે કેમ કે આજના સમયમાં પૈસા દરેકની જરૂરિયાત છે. પૈસા કમાવવા માટે લોકો દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. જો કે આજે અમે તમારા માટે એવા સરળ ઉપાયો લઈને આવ્યા છીએ જે તમને ધન પ્રાપ્તિમાં ખુબ લાભદાયક બનશે.

હિન્દૂ ધર્મમાં પીપળાનું ઝાડ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે માટે જ તેની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે પીપળાના ઝાડ નીચે ઘી નો દીવો પ્રગટાવો, તેની પરિક્રમા કરો અને પીપળાના ઝાડ પર લાલ કે પીળા રંગની ધ્વજા ચઢાવો. આવું કરવાથી કુબેર દેવતા પ્રસન્ન થઈને તમારા પર ધન વરસાવશે.

કમળનું ફૂલ માં લક્ષ્મીને સૌથી વધારે પ્રિય હોય છે માટે કમળનું ફૂલ ઘરની તિજોરીમાં ચોક્કસ રાખવું જોઈએ. આ સિવાય તમારા ઘરના ઈશાન ખૂણામાં ઘી નો દીવો પ્રગટાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માં લક્ષ્મીની તમારા પર અપાર કૃપા દ્રષ્ટિ બનશે અને ક્યારેય તમારા જીવનમાં ધનની ખામી નહિ આવવા દે.

આ સિવાય તમે કુબેર યંત્ર પણ ઘરની તિજોરીમાં મૂકી શકો છો જેનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી છલોછલ રહેશે.

Team Dharmik