ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર જણાવ્યું હતું ખુશ રહેવાના 5 ઉપાય

જીવનમાં દરેક લોકો પ્રસન્ન રહેવા ઈચ્છે છે. પરેશાન રહેવાવાળા લોકો સાથે કોઈ રહેવા નથી માંગતું. ઘણા લોકો બહુ જ ખુશ રહે છે તેની આદતો અને માનસિકતા જાણવામાં આપણે આપણો સમય વ્યર્થ કરીએ છીએ. આપણે દિવસભરમાં એવી ઘણી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણી ખુશીઓ નષ્ટ થઇ જાય છે. ખુશ રહેવાવાળા લોકો ભૂલો કરવાથી બચે છે અને આખો દિવસ દરમિયાન તે તેના કામ પરફેક્શનથી પુરા કરે છે. ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને કર્મ અને ધર્મનો પાઠ ભણાવ્યો હતો. આ બાદ તેને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. ગીતામાં માનવ જાતિ સાથે જોડાયેલી બધી વાત કરી હતી.

ખુશ રહેવા માટે અપનાવો આ 5 ઉપાય

1.ભૂતકાળથી દૂર: ભૂતકાળની વાતને યાદ રાખવાથી હંમેશા ઉદાસ જ રહેવાનું આવે છે. ભૂતકાળમાં થયેલી ઘટનાઓ વિષે વિચારતા રહીએ છીએ જે ફક્તને ફક્ત સમય જ બરબાદ કરે છે.

2.આલોચના: ખુશ રહેવાવાળા લોકો કોઈની આલોચના કરતા નથી. તેનું માનવું છે કે, કોઈની આલોચના કરવાથી તેની ખુશીઓ નષ્ટ થઇ જાય છે. આ સાથે જ આ લોકોનો સ્વભાવ બહુ જ સારો હોય છે. આ સાથે જ તે બીજા લોકોની ખુશીનું પણ ધ્યાન રાખે છે.

3.ફેંસલાની ચિંતા ના કરો જે લોકો હંમેશા ખુશ રહેવા ઈચ્છે છે તે ક્યારે પણ નથી વિચારતા કે તેના દ્વારા લેવામાં આવેલા ફેંસલાનું શું પરિણામ આવશે. હંમેશા તે ખુશ જ રહે છે. આ લોકો તેની જિંદગી ખુલીને જીવે છે.

4.તુલના: સંતુષ્ટ લોકો તેના જીવનમાં ખુશ રહી શકે છે. તેની પાસે જેટલું હોય છે તેમાં તે ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. પોતાના જીવનમાં બીજાના જીવનની તુલના કરવાનું પસંદ નથી કરતા.

5.ફરિયાદ: આજે દરેક લોકોને કોઈને કોઈ વાતને લઈને ફરિયાદ હોય છે. ફરિયાદ કરવાનું લક્ષણ તમારું ધ્યાન બીજે ક્યાંય કેન્દ્રિત નથી કરવા દેતું. ફરિયાદ કરવાથી તમે જિંદગીમાં એ નથી મેળવી શકતા જે મેળવવાની ઈચ્છા તમે રાખો છો. ખુશમિજાજ લોકો આ વાતને સારી રીતે સમજે છે જે ફરિયાદ કરવાથી કોઈ વાતનો હલ નથી થતો.

Team Dharmik