ગાંધીનગરના મહાવીર જૈન દેરાસરમાં દર વર્ષે આજના દિવસે બપોરે 2 અને 7 મિનિટે થાય છે અદ્ભૂત ચમત્કાર, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદ ગાંધીનગર રોડ ઉપર કોબા પાસે આવેલા જૈન દેરાસરમાં બની છે.

ગાંધીનગરના કોબા પાસે આવેલા મહાવીર જૈન દેરાસરના મંદિરમાં આજે બપોરે બરાબર 2 અને 7 મિનિટી એક ખગોળીય ઘટના બની છે. જે કોઈ ચમત્કારથી કમ નથી માનવામાં આવતી. આ ઘટનામાં મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર સૂર્ય તિલક થાય છે, અને તેને જોવા માટે હજારો શ્રદ્ધાળુઓ પણ ઉમટી આવે છે, પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા નહોતા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર આ ઘટના 1987થી આ દેરાસરમાં જોવા મળે છે અને દર વર્ષે મે મહિનાની 22 તારીખે જ બરાબર 2 અને 7 મિનિટે આ ઘટના બને છે. જેમાં મહાવીર સ્વામીની પ્રતિમાના ભાલ ઉપર સૂર્ય તિલક જોવા મળે છે.

લગભગ ચાર મિનિટ સુધી ચાલેલા આ ભાલ સૂર્ય તિલકને ઓનલાઇન અને સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકોએ નિહાળ્યું હતું. આ વર્ષે કોરોનાના કારણે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે ભક્તો દ્વારા આ અદભુત નજારો સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો.

22મે 1985ના રોજ સાગર સમુદાયના ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતાં. તેમને કોબા ખાતે મહાવીર આરાધના ભવનમાં બપોરે 2 કલાકેને 7 મિનિટે અગ્નિદાહ અપાયો હતો.

જેના બાદ જૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબે 1986માં આ જિનાલયની સ્થાપના કરી હતી. વર્ષ 1987માં સૌ પ્રથમવાર જિનાલયમાં સૂર્યકિરણની ખગોળીય ઘટના બની. આ જિનાલયનું બાંધકામ શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. સૂર્ય તિલકની આ ઘટનાને સમજવામાં વિજ્ઞાન પણ ગોથા ખાઈ ગયું છે.

Dharmik Duniya Team