દુઃખદ: કિંજલ દવે અને પવન જોશીની 5 વર્ષ જૂની સગાઈ તૂટી ગઈ, જાણો કોણ બન્યું સગાઈ તૂટવામાં વિલન, અચકો લાગશે

આજે બપોર પછી સમગ્ર ગુજરાતની અંદર એક ખબરે હાહાકાર મચાવી દીધો છે અને એ ખબર છે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટવાની. જેના બાદ ચાહકો પણ આઘાતમાં છે. કારણ કે કિંજલ દવે અને પવન જોશીનો સાથ મહિના બે મહિનાનો નહિ પરંતુ વર્ષો જૂનો છે. પવન તેના બાળપણનો મિત્ર છે અને તેમની સગાઈને પણ પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા.

કિંજલ દવે ગુજરાતી ગાયિકીનું એક ખુબ જ મોટું નામ છે. તેના ગીતોના ચાહકો ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ વિદેશમાં પણ જોવા મળે છે. કિંજલના લાઈવ કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. આ ઉપરાંત કિંજલ દવે વિદેશોમાં પણ ઘણા બધા લાઈવ પ્રોગ્રામ કરે છે અને ચાહકો તેને ખુબ જ પ્રેમ પણ આપતા હોય છે.

આજથી 5 વર્ષ પહેલા કિંજલની સગાઈ સાટા રિવાજ અનુસાર તેના જ બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે નક્કી કરવામાં આવી હતી અને પવન જોશીની બહેનની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ સાથે નક્કી થઇ હતી. જેના બાદ પરિવાર પણ દરેક પ્રસંગોને ખુબ જ ધામધૂમથી ઉજવતો હતો. એક બીજાના જન્મ દિવસ પર પણ બંને સાથે જ જોવા મળતા.

કિંજલ દવેના ઘણા પ્રવાસોમાં પણ પવન જોશી સાથે જોવા મળતો હતો. આકાશ પણ તેની ફિયાન્સી સાથે ઘણીવાર સ્પોટ થયો છે. ગયા વર્ષે જ તેમની સગાઈના 4 વર્ષ પૂર્ણ થવા પર બંનેએ ખાસ ઉજવણી પણ કરી હતી અને સોશિયલ મીડિયા પર તેમની સગાઈના ચાર વર્ષની ઉજવણીની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ તેમને શેર કર્યા હતા.

ચાહકો પણ તેમની આ જોડીને ખુબ જ પ્રેમ આપી રહ્યા હતા. ત્યારે હવે તેમની સગાઈ તૂટવાની ખબરથી ચાહકો પણ આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની સગાઈ તૂટવા પાછળનું કારણ કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ જે પવન જોશીની બહેન સાથે નક્કી થઇ હતી તેને કોઈ અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે.

પરંતુ હજુ સુધી આ મામલે કિંજલ દવે અને તેના પરિવાર કે પવન જોશી કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. પરંતુ પવન જોશીએ પોતાનું એકાંઉટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. તો સાથે જ કિંજલ દવેએ પણ પોતાના એકાઉન્ટમાંથી પવન જોશી સાથેની ઘણી બધી તસવીરો પણ ડીલીટ કરી નાખી છે. ત્યારે હવે આ મામલે ચાહકો હવે કિંજલ દવેના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.

Dharmik Duniya Team