નદી પાર કરતા અચાનક આવી ગયો મગર, ખોડિયાર માતાએ આવી રીતે કરી ભક્તની રક્ષા

ખોડિયાર માં ના ભક્તો જરૂર વાંચે – માતાજીએ ભક્તને આપ્યો સાક્ષાત પરચો, લોકો આ પરચાને જોતા જ રહી ગયા

તમે માતાજીના ચમત્કાર વિશે કયારેક તો સાંભળ્યુ જ હશે. માતાજીના ભક્તો તેમના પર અતૂટ શ્રદ્ધા રાખે છે અને ઘણીવાર મુશ્કેલી આવે તો માતાજી તેમના ભક્તની રક્ષા પણ કરતા હોય છે. માતાજી ઘણીવાર ભક્તોની મુશ્કેલીઓ દૂર કરી દે તેવા કિસ્સા સાંભળવા મળે છે. પરંતુ જે હાલમાં જોવા મળ્યુ તે તો અનોખુ છે. એક ખોડિયાર માતાના ભક્ત સાથે એવું કંઇક થયુ છે જેના કારણે ભક્તોમાં આ વિષય આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

માતાજીની નિશ્વાર્થ ભાવે સેવા કરતા ભકતો માતાજીને યાદ કરતા જ તેમની દરેક મુશ્કેલી દૂર થઈ જતી હોય છે. દેવી દેવતાના દરેક ભક્તો તેમની ખુબ જ ભક્તિ કરતા હોય છે ત્યારે એક ખોડિયાર માતાનો ભક્ત ખોડિયાર માતાના દર્શન કરવા માટે દરરોજ પોતાના બાજુના ગામમાં મંદિરે જતો હતો આ મંદિરમાં દર્શન કરવા માટે તે ભક્તને નદીમાંથી પસાર થવું પડતું હતું. એક દિવસ એવુ બન્યુ કે ભક્ત નદી પાર કરી રહ્યો હતો અને તે સમયે મગર આવી ગયો ત્યારે ભક્ત મગરને જોઇ ઘણો ડરી જાય છે અને તે પોતાનો જીવ બચાવવા માટે માતાજીને યાદ કરવા લાગે છે.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ અચાનક જ ભક્તની બાજુમાં ત્રિશુળ આવે છે અને તે બાદ આ ભક્ત ત્રિશુળનો સહારો લઇ મગરને ડરાવે છે અને મગર ત્યાંથી જતો રહે છે. તે બાદ ભક્તનો જીવ બચી જાય છે. ત્યારે ભક્તને ખબર પડે છે કે, ખોડિયાર માતાએ તેની રક્ષા કરવા માટે ત્રિશુળ મોકલ્યુ છે.

Team Dharmik