ખોડલધામમાં જોવા મળ્યા શ્રી ખોડિયાર માતાજીના પરચા, મંદિરમાં નાના નાના પગલાંઓએ કુતુહલ સર્જ્યું, જોવા માટે ઉમટ્યા ભક્તોના ટોળા

પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ હાલમાં જ પૂર્ણ થયો. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન કર્યા હતા. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાટીદાર સમાજને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે પાટીદાર સમાજ માટે અનેક જાહેરાતો કરી હતી.

નરેશ પટેલે જણાવ્યું કે, ‘ખોડલધામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. અનેક લોકોએ મંદિરના દર્શન કર્યા છે. સામાન્ય ખેડૂતે 2011 ના પ્રસાદના લાડુ ઘરના મંદિરમાં રાખ્યા હતા. પ્રસાદ આટલા વર્ષોથી સાચવી રાખ્યો હતો. જેથી આજનો યજ્ઞ વિશિષ્ટ હતો.’ નરેશ પટેલે 2017ની મૂર્તિ પ્રતિષ્ઠાની વાત યાદ કરીન પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યુ કે, ખોડલધામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે કેશુભાઈ પટેલે માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ લેઉવા પટેલ સમાજ માટે સમાધાન પંચ રચ્યું હતું. પરિવારમાં કોઈ કલેશ થાય તો કોર્ટમાં નહિ પણ સમાધાન પંચે સમાધાન કરાવ્યું હતું.

પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત કરતા નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન કરાયુ છે. રાજકોટ થી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદવામાં આવી છે.

ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો માટે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?. અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે. સમાજનું છત્ર મંદિર બની શકે.

21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. શ્રી ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની સાથે તેમની છબિ સાથેનું એક નાનકડું મંદિર પણ આ સ્થળે છે. તા. 23 જૂન 2012ના રોજ આ સ્થળે જ્યારે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ચમત્કાર જોયો. કાચથી મઢેલા શ્રી ખોડલધામના મોઠલમાં નાનકડી પ્રતિકૃતિમાં કે જ્યાં હવા પણ પ્રવેશી ન શકે તેમાં તેમણે નાના નાના પગલાંની છાપ જોઈ.

સૌને સમજતા વાર ન લાગી કે, આ બીજું કઈ નહીં, પણ મા ખોડલ અને અન્ય શક્તિ સ્વરૂપ દેવી તથા જોગણીઓના જ પગલાં છે. તેમણે જ અહીં સાક્ષાત પધરામણી કરી છે. જોતજોતામાં આ વાત આસપાસના ગામોમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા. માત્ર મા ખોડલના પગલાં જ નહીં, મંદિરની પાસેથી કંકુ પણ મળ્યું છે. જે બાળ સ્વરુપ મા ખોડલનું હોવાનું ભક્તો દ્રઢપણે માને છે. કાગવડ ખાતે જાણે કે મા ખોડલ પોતાના અસ્તિત્વના પરચાઓ એક પછી એક આપી રહ્યા છે.

Dharmik Duniya Team