દુઃખદ: KGF ના એક્ટરનું થયું નિધન, આખી સાઉથ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ – ૐ શાંતિ કઈને જજો

સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એક ખરાબ ખબર સામે આવી રહી છે. કેજીએફ: ચેપ્ટર 1 ફેમ દિગ્ગજ કન્નડ અભિનેતા કૃષ્ણા જી રાવનું નિધન થઇ ગયુ છે. 70 વર્ષિય અભિનેતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કથિત રીતે અભિનેતાને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી અને તેને કારણે તેમને બેંગલુરુના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસામાં સંક્રમણને કારણે તેમની સારવાર ચાલી રહી હતી.

પરંતુ અફસોસ કે તે ઠીક થઇને હોસ્પિટલથી ઘરે ન જઇ શક્યા. કહેવામાં આવી રહ્યુ છે કે, કૃષ્ણા જી રાવ ખરાબ તબિયતને કારણે ICUમાં બતા. કૃષ્ણા જી રાવ સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણિતા કલાકાર હતા. તે KGF ઉપરાંત ઘણી મોટી અને પોપ્યુલર ફિલ્મનો ભાગ રહી ચૂક્યા છે. કૃષ્ણા જી રાવે યશ સ્ટારર ફિલ્મ KGFમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તેમના કામની ઘણી સરાહના કરવામાં આવી હતી. KGF ફિલ્મ લવર્સે તેમને જરૂર નોટિસ કર્યા હશે.

કારણ કે કૃષ્ણા જી રાવે એ પાત્ર નિભાવ્યુ હતુ, જેને કારણે રોકોની ઓળખ થાય છે. તે વૃદ્ધ વ્યક્તિ જેને કારણે યશ એટલે કે રોકી ભાઇના અંદર છૂપાયેલ માણસ જન્મ લે છે. KGFમાં રોકી ભાઇ ના માત્ર આ વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવે છે, પણ ઘણા મજૂરોના દિલથી ગુંડાનો ડર પણ ભગાવે છે. આ સીન ફિલ્મમાં મોટો ટ્વિસ્ટ લઈને આવ્યો હતો. રોકી ભાઈની એક્શન અને રાવની એક્ટિંગ જોઈને દર્શકો તાળી પાડ્યા વગર રહી શક્યા નહોતા.

KGF ચેપ્ટર વન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ પછી રાવે લગભગ 30 ફિલ્મોમાં બેક ટુ બેક કામ કર્યું. એકવાર તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને પ્રશાંત નીલની KGF કેવી રીતે મળી ? રાવે કહ્યું હતું કે એક દિવસ તેમને ઓડિશન માટે ફોન આવ્યો અને તેમણે આ ઓડિશનમાં બધાને પ્રભાવિત કર્યા. નિર્માતાઓએ તરત જ રાવને રોલ ઓફર કર્યો.

Team Dharmik