દુનિયાનો એવો દેશ જ્યાં લાકડાની પેટીમાં છુપાવીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ, જાણો તેની પાછળનું કારણ

દુનિયાની અંદર ઘણા ચમત્કારિક મંદિરો છે. હિન્દૂ દેવતાઓની પૂજા માત્ર ભારતમાં જ નથી થતી વિદેશોમાં પણ કરવામાં આવે છે. ત્યારે ભારતની બહાર એક એવું મંદિર છે જ્યાં ગણેશજીની મૂર્તિને લાકડાની પેટીમાં સંતાડીને રાખવામાં આવે છે.

આ મંદિર જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલું છે. ત્યાં ઘણા બૌદ્ધ મંદિરો આવેલા છે. જે હજારો વર્ષો જુના છે. એ બધામાં જ એક મંદિર એવું છે જ્યાં ગણેશ દેવતા સાથે ઘણી જ મળતી આવતી મૂર્તિને રાખવામાં આવી છે. આઠમી સદીમાં બનેલા આ મંદિરનું નામ માત્સુચિયામાં શોટેન છે. જેમાં રાખવામાં આવેલી મૂર્તિ ગણેશજીનું જ જાપાની વર્જન છે. તંત્ર મંત્રમાં માનનારા બૌદ્ધ આ મૂર્તિની પૂજા કરે છે.

ધર્મ સાથે જોડાયેલા વિષયો ઉપર રિસર્ચ કરવા વાળા લોકોનું માનવું છે કે આઠમી સદી દરમિયાન જાપાનમાં પહેલીવાર ગણેશજીને માનવામાં આવતા હતા. બૌદ્ધમાં એક એવી શાખા છે, જેના અનુયાયીઓ બુદ્ધિઝમ ઉપર વિશ્વાસ કરતા તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. બૌદ્ધ ધર્મની આ શાખા ભારતના ઓડિસામાં થઈને ચીન અને ત્યારબાદ જાપાન પહોંચી.

જાપાનમાં ગણેશજી (કેંગિટેન)ને એક શક્તિશાળી ભગવાનના રૂપમાં જોવામાં આવે છે અને તેમની પૂજા પણ ખાસ પ્રકારે શુદ્ધ રહીને તંત્ર મંત્રના સહારે કરવામાં આવે છે. એવામાં ગણેશજીને માનવા વાળાની સંખ્યા વધતી ગઈ. આ વાતનો ઉલ્લેખ ક્લાસિકલ ગોલ્ડન એજ (794-1185-CE) દરમિયાન મળી આવે છે. હાલમાં જાપાનની અંદર ગણેશજીના કુલ 250 મંદિર છે. પરંતુ તેમને અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે. જેમ કે કેંગિટન, શોટેન, ગનબાચી (ગણપતિ) અને બિનાયકાતેન (વિનાયક).

તમને જણાવી દઈએ કે તાંત્રિક બુદ્ધિઝમમાં ગણેશજીને એક સ્ત્રી હાથી સાથે લપેટાયેલા જોવા મળે છે અને તેને શક્તિ કહેવામાં આવે છે. આ મૂર્તિ સ્ત્રી અને પુરુષના મેલથી પેદા થયેલી ઉર્જાનું પ્રતીક છે. જો કે, ગણેશજીની મૂર્તિ અને તસ્વીર કેટલીક કામુક લાગવાના કારણે મંદિરોમાં સામે નથી દેખાતી. તેને લાકડાંથી સજેલા બોક્સમાં રાખવામાં આવે છે. જેની રોજ પૂજા પણ કરવામાં આવે છે. ફક્ત કોઈ ખાસ પ્રસંગે મૂર્તિ બહાર કાઢવામાં આવે છે અને તેની પૂજા બધાની સામે કરવામાં આવે છે.

જાપાનમાં ગણેશજીનું સૌથી મોટું મંદિર માઉન્ટ ઈકોમા ઉપર Hōzan-ji નામથી છે. આ મંદિર ઓસાકા શહેરની બહાર દક્ષિણ ભાગમાં વસેલું છે. 17મી સદીમાં બનેલા આ મંદિરને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. આ મંદિર પ્રત્યે લોકોની ઘણી આસ્થા પણ છે અને ઈચ્છા પુરી થવા ઉપર અહીંયા દાન-દક્ષિણા પણ આપવામાં આવે છે.

Dharmik Duniya Team