અયાઝ માટે રેશ્માએ માં-બાપને તરછોડી દીધા, લગ્ન કર્યા, પતિનું અસલી રૂપ સામે આવ્યું, બિચારા માં-બાપ જીવન ભર રડે છે

માં-બાપ ની ઈજ્જત કાઢી દીકરી રેશ્માએ, લાખ સમજાવી તો પણ અયાઝ સાથે ભાગી પરણી ગઈ, અંત ખુબ જ ખરાબ થયો

રાજસ્થાનની રાજધાની જયપુરના બ્રહ્મપુરીમાં રહેનારી એક 22 વર્ષિય યુવતિની બેહરેમીથી હત્યા કરી દેવામાં આવી હતી. યુવતિ પરણિત હતી અને તે એક અઢી મહિનાના બાળકની માતા પણ હતી. યુવતિનું નામ રેશમા મંગલાની હતુ અને તેણે ઘરવાળા વિરૂદ્ધ જઇને લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ એક વર્ષ તો ખુશી-ખુશી વીત્યુ પરંતુ તે બાદ બંને વચ્ચે અનબન શરૂ થઇ ગઇ. રેશમાએ અયાઝ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ જ તેનો કાતિલ નીકળ્યો. આ કિસ્સો વર્ષ 2020નો છે. કાતિલે પૂછપરછમાં પત્નીની શાનદાર જિંદગી, નૈનાના રેશ્મા બનવાની કહાની અને તેના બરહેમ મોત સુધીની ભયાનક સફરની કહાની કહી હતી, જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ)ના જણાવ્યા અનુસાર, જયપુરના જયસિંહપુરા ખોરની રહેવાસી 22 વર્ષીય નૈના મંગલાનીના જીવનમાં જુલાઈ 2017 સુધી બધું સામાન્ય હતું. જુલાઈમાં એક દિવસ નૈના ક્રેડિટ કાર્ડ બનાવવા જયપુરના અજમેર રોડ પર આવેલી એક ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં ગઈ હતી. ત્યાં જયપુરના ઘાટગેટમાં રહેતો 27 વર્ષીય અયાઝ અહેમદ અંસારી નોકરી કરતો હતો. અહીં જ નૈના અને અયાઝ પહેલીવાર મળ્યા હતા. ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં પહેલી જ મીટિંગમાં નૈના અને અયાઝ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

ત્યારબાદ બંને વચ્ચે વાતચીત અને ડેટિંગ શરૂ થઈ જે લગભગ ચાર મહિના સુધી ચાલી. તે બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના અલગ-અલગ ધર્મના કારણે તેમને પરિવારની સંમતિ મળી ન હતી અને ઓક્ટોબર 2017માં તેઓ જયપુરથી ભાગી ગયા હતા અને ગાઝિયાબાદમાં લગ્ન કરી લીધા હતા. અયાઝ અહેમદ અંસારી સાથે લગ્ન કર્યા બાદ નૈના મંગલાનીએ પોતાનું નામ બદલીને રેશ્મા મંગલાની રાખ્યું હતું. રેશ્માને વર્ષ 2019માં એક પુત્ર થયો હતો. પુત્રના જન્મ બાદ તેણે કઠવાડ રોડ પરની એક હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ લીધો હતો. તેણે નૈના મંગલાની અને રેશ્મા મંગલાનીના નામે બે અલગ-અલગ ફેસબુક આઈડી બનાવ્યા હતા.

લગ્ન પહેલા અને લગ્ન પછી બંને પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. ઘણી તસવીરોમાં રેશ્મા અને અયાઝ બંને સાથે જોવા મળે છે. તે ફેસબુક પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. રેશ્મા મંગલાનીની હત્યાનું મુખ્ય કારણ ફેસબુક પર તેની વધતી લોકપ્રિયતા હતી. તેના ફેસબુક આઈડી પર 6400 જેટલા લોકો તેને ફોલો કરતા હતા. આ કારણથી અયાઝ રેશ્માના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થતો. તેણે પતિ અયાઝ પાસેથી છૂટાછેડા લેવાનું શરૂ કર્યું હતું.

રેશ્મા અને અયાઝ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે અયાઝે તેની પત્નીની હત્યા કરવાનું કાવતરુ ઘડ્યુ. 19 જાન્યુઆરી 2020 ના રોજ તેણે રેશ્માને ફોન કર્યો અને સમાધાન માટે મળવા બોલાવી, બંને રેશ્માની સ્કુટી પર બેસીને કાલાવડ રોડ પરના ફ્લેટમાં ગયા. ત્યાં બંનેએ બિયર પીધી અને પછી રાત્રે સ્કૂટી લઇ આમેર તરફ આવ્યા. અહીં એક દુકાનમાં ચા પીધી. આ પછી અયાઝે રાત્રે નવ વાગ્યાના સુમારે નઈ માતા મંદિર પાસે દાઉજીની છત્રી પાછળ રોડ કિનારે નિર્જન જગ્યાએ રેશ્માનું ગળું દબાવી હત્યા કરી હતી.

મૃતદેહની ઓળખ છૂપાવવા માટે માથું અને ચહેરો તેણે પથ્થર વડે કચડી નાખ્યો હતો. પત્ની રેશમાની હત્યા કર્યા બાદ તે સ્કૂટી ત્યાં જ છોડીને પરત આવી ગયો હતો. બીજા દિવસે સવારે લોકોએ જયપુર-દિલ્હી હાઈવેની બાજુમાં લાશ પડેલી જોઈને પોલીસને જાણ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં રેશ્માના સંબંધીઓએ અયાઝ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે અયાઝને કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો. પરંતુ પછી કડકાઇથી પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ કર્યો.

Team Dharmik