ભગુડા વાળા મોગલ માતાજીના દર્શન માત્રથી થાય છે પાપનો વિનાશ, દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાગે છે લાઈન, જાણો માતાજીની કહાની

ભગુડા વાળા મોગલ માતા આજે પણ પરચા દેખાડે છે, ભયંકર દુષ્કાળ સમયે માતાએ માલધારીઓને સાક્ષાત પરચા આપ્યા હતા

ભારત અનેક ધર્મ અને સંસ્કૃતિથી ભરપૂર દેશ છે. ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છેજ્યા અનેક દેવી અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શક્તિના આ દેશમાં દેવી દેવતાઓ સાક્ષાત બિરાજે છે. આવું જ એક આરાધનાનું કેંન્દ્ર ભાવનગર જીલ્લાના તળાજા મહુવાની વચ્ચે આવેલું ભગુડા ગામ છે, જ્યાં માતા મોગલ સાક્ષાત બિરાજમાન છે. અહી માતાની અપરંપાર કૃપા વરસે છે.

સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર અનેક દેવી દેવતાઓ બિરાજમાન છે. દરેકની ઉત્પત્તિની કથા અદ્ભુત છે. ભગુડા ધામ ભાવનગરથી 80 કિલોમીટર દૂર આવેલું છે જ્યારે તળાજાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આ પવિત્ર મોગલ ધામ આવેલું છે. કહેવાય છે કે મોગલ માતાનો જન્મ ચારણ કુળમાં થયો હતો. 1800 થી 2000 વર્ષ પહેલાં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલા ભીમરાળ ગામમાં માતાનો જન્મ થયો હતો.

મોગલ માતા આજે ચારણ કુળમાં કુળદેવી તરીકે પૂજાય છે. મોગલ માતાના ગુજરાતમાં ચાર ધામો બન્યા છે. જેમાં દ્વારકા, ગોરીયાળી- બગસરા, રાણેસર-બાવળા અને ભગુડા છે. આ ચાર ધામોમાંથી આજના સમયે ભગુડા માતાના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ખુબ જ પ્રખ્યાત છે. કહેવાય છે કે સતયુગમાં જન્મેલા ભૃગુ ઋષિના નામ પરથી આ ધામનું ભગુડા નામ પડ્યું છે. ભગુડાને નળરાજાની તપોભૂમિ પણ માનવામાં આવે છે.

કહેવાય છે કે અહી માં મોગલ સાક્ષાત બિરાજે છે. આ મંદિરમાં આજ સુધી ક્યારેય પણ તાળું મારવામાં આવ્યું નથી. મોગલ માતાના આ મંદિરમાં દર્શન કરવા જતા જ અનોખો અહેસાસ થાય છે. મોગલ ધામનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે. જ્યારે તમે માતા મોગલના દર્શનાર્થે જાવ ત્યારે મંદિરના દ્વાર પર જ લખેલું જોવા મળે છે ‘ભગુડા ગામ એ જ માંગલ ધામ.’

માતાજીના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો મોગલ માતાના પિતા દેવસુર ધાંધણીયા અને માતા રાણબાઈ માતાના ઘરે માતા મોગલનો જન્મ થયો હતો. કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ન હતા, જેથી બધા લોકો એવું માનતા હતા કે માતાજી મૂંગા છે. પરંતુ એ વાતની જાણ કોઈને ન હતી કે માતાજીમાં અપાર શક્તિઓ રહેલી છે.

મોગલમાં ભગુડામાં બીરાજમાન થયા તેની વાત કરીએ તો આ બાબતે એક માન્યતા કથા એવી છે કે ઈસ 1300ની આસપાસ તળાજા વિસ્તારમાં દુકાળ પડ્યો હતો. જેથી તળાજા અને મહુવાના આહીર માલધારીઓ પોતાના પરિવાર સાથે દુકાળ દરમિયાન માટે ગીર વિસ્તારમાં જતા રહ્યા હતા. તે સમયે આ વિસ્તારમાં ચારણના કુળદેવી આઈ શ્રી મોગલ માતાનું સ્થાપન હતું.

માતાજીના લગ્ન 40 વર્ષની ઉમરે જુનાગઢના ભેસાણ તાલુકાના ગોરવીયાળી રામમાં થયા હતા. ફઈના દીકરા સાથે દીકરીના લગન થાય એ રીતે માતાજીના લગન થયા હતા. માતાજીના લગન અખાત્રીજના શુભ મુહુર્તે થયા હતા. માતાજીની જાન ગાડા અને ઘોડામાં આવી હતી. માતાજીને દાનમાં 15 ગાયો અને ભેંસો આપી હતી અને તેમને સાસરે વળાવ્યા હતા. માતાજીનો ઈતિહાસ ખુબ જ લાંબો છે.

માતાજીની કૃપા વરસતા વર્ષ સારું થયું અને આ માલધારીઓ પોતાના વતન તરફ પરત જવા લાગ્યા. આ સમયે માતાજીના બહેને આ માલધારીને માતાજી કાપડામાં આપ્યા હતા. આ પરિવારે ભગુડા પરત ફરીને માતાનું સ્થાપન કર્યું હતું અને આમ મોગલ માતા ભગુડામાં બિરાજમાન થયા. આહીર પરિવારના લોકો માતાજીને કુળદેવી તરીકે પુજવા લાગ્યા.

સમાજના અઢારે વરણના લોકો માતાની પૂરી શ્રદ્ધાથી પૂજા કરે છે. કહેવાય છે કે જો માતાજીને શ્રદ્ધાભાવથી પૂજવામાં આવે, અને સાચા દિલથી માતાની ભક્તિ કરવામાં આવે તો તમામ મનોકામના ચોક્કસથી પૂર્ણ થાય છે. આજની તારીખે માતાજીને દર્શને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તજનો આવે છે અને માતાજીના દર્શનનો લ્હાવો લે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

Team Dharmik