સર્વશ્રેષ્ઠ છે આ ચાર દિવસે વિધીનુસાર કરવી હનુમાનજીની પૂજા, મળશે ઈચ્છીત પરિણામ, જાણો પૂજા વિધિ

હિન્દૂ ધર્મ પ્રમાણે દરેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને આશીર્વાદ મેળવવામાં આવે છે. જેમાના જ એક દેવ છે ‘મહાબલી હનુમાન’. માનવામાં આવે છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું છે અને આજના કળિયુગના સમયમાં પણ હનુમાનજી જીવિત અવસ્થામાં છે અને જે કોઈ તેની સાચા દિલથી આરાધના કરે છે તેની મનોકામના ભગવાન ચોક્કસ સાંભળે છે, અને પૂર્ણ પણ કરે છે.

જો કે શાત્રોના આધારે હનુમાંનજીની અમુક વિશેષ દિવસોમાં પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસોમાં હનુમાનજીની ખાસ વિધીનુસાર પૂજા કરીને કૃપા મેળવી શકાય છે. આવો તો જાણીએ કે ક્યાં વારે પૂજા કરવાથી મહાબલીનો આશીર્વાદ મેળવી શકાય છે.

1. હનુમાન જયંતી:
હનુમાન જયંતી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ પણ કરે છે અને ખાસ રીતે હનુમાનજીના મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આ દિવસે મંદિરોમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરીને હનુમાનજીને તેલ નો દીવો કરો અને તલના તેલથી અભિષેક કરો. આ દિવસે હનુમાનજીને સૂરજમુખી, ગલગોટા કે કમળના ફુલો ચઢાવવા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2. મંગળવાર:
મંગળવારનો દિવસ હનુમાનજીના આશીર્વાદ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પુરી વિધિ સાથે પૂજા કરવાથી વ્યક્તિનો મંગળ દોષ પણ દૂર થઇ જાય છે. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીને સિંદૂર ચઢાવો અને બને તો આ દિવસે વ્રત પણ રાખો.જેના પછી ધતુરાના પાનની માળા પહેરાવો અને તેમાં શ્રી રામ પણ લખો. ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી ભગવાન તમારા પર પ્રસન્ન થશે.

3. માર્ગશીર્ષ મહિનો:
આ દિવસે જો પુરા વિધીનુસાર હનુમાજીની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ આવી જાય છે. આ દિવસે સાંજે સાત વાગ્યા પછી હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ ચોક્કસ કરો. પંડિતોના માર્ગદર્શનથી હનુમાનજીની વિધીનુસાર પૂજા કરી શકાય છે.

4. શનિવાર:
શનિવારના દિવસે ભગવાનને તેલ ચઢાવીને તેને પ્રસન્ન કરી શકાય છે, જેનાથી લોકોની કુંડળીમાં શનિદોષ દુર થઇ જાય છે. આ ઉપરાંત હનુમાજી સમક્ષ ઘી નો દીવો કરો અને કોઈ મીઠી વસ્તુનો ભોગ પણ ચઢાવો. સાંજે સાત વાગ્યા પછી સુંદરકાંડનો પાઠ કરવાથી જીવવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે.

Team Dharmik