એક સાચા હનુમાન ભક્તમાં હોય છે આ 5 આદતો, કયારે પણ મહિલા….

જમાનો ગમે તેટલો આધુનિક થાય પરંતુ લોકો ભગવાનનની ભક્તિ કરવાનું નથી ભૂલતા. કળી યુગમાં શંકર ભગવાન પછી દયાળુ કોઈ હોય તો તે છે હનુમાનજી. કલિયુગમાં સૌથી વધુ પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. હનુમાનજી એક એવા દેવતા છે જેની પૂજા ભક્તો સાચા મનથી કરે છે. જે ભક્તો સાચા મનથી પૂજા કરે છે તેની હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરી દે છે.

એવી પણ માન્યતા છે કે, હનુમાનજી કલિયુગમાં સાક્ષાત આજે પણ પૃથ્વી પર ભ્રમણ કરે છે. હનુમાનજીથી જોડાયેલી એક એવી માન્યતા પણ છે જેના ઘરમાં હનુમાનજીની પૂજા થયા છે તેનું પવિત્ર હોવું બહુ જ જરૂરી છે. એક માન્યતા અનુસાર, હનુમાનજી એવા ઘરમાં કે સ્થાન પર નથી જતા જ્યાં માહોલ કંઈક એવો હોય છે.

એક સાચા હનુમાન ભક્તમાં કેવી-કેવી આદત હોય છે તે આજે અમે તમને જણાવીશું.

1.અન્ય લોકોની સહાયતા સાચો હનુમાન ભક્ત અન્ય લોકોની સહાયતા માટે હંમેશા તત્પર રહે છે. જ્યારે મહિલા બાળક અથવા વૃદ્ધ વ્યક્તિને મદદની જરૂરિયાત હોય ત્યાર હનુમાન ભક્ત તત્પર હોય છે. સાચો હનુમાન ભક્ત ક્યારે પણ કોઈ વ્યક્તિને દગો આપતો નથી.

2.નિયમિત હનુમાન ચાલીસાના પાઠ એક સાચો હનુમાન ભક્ત જાણતો હોય છે કે દરેક શનિવાર અને મંગળવારના હનુમાન ચાલીસાના પાઠનું શું મહત્વ હોય છે. તમારી વાતને હનુમાનજી સુધી પહોંચાડવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ હનુમાન ચાલીસાના પાઠ છે. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. સાથોસાથ નિયમિત હનુમાન ચાલીસા વાંચવાથી તમારું મન સકારાત્મક રહે છે.

3.સવારે-સાંજે પૂજા સાચા હનુમાન ભક્ત સવારે અને સાંજે હનુમાનજીને હાથ જોડીને તેમના આશીર્વાદ લે છે. આ સાથોસાથ હનુમાનજીની સામે તેલનો દીવો પણ કરવો જોઈએ અથવા અગરબત્તી પ્રગટાવી જોઈએ. સાચો હનુમાન ભક્ત હનુમાનજીને યાદ કરવા માટે શનિવારે અથવા મંગળવારની રાહ નથી જોતો પરંતુ દરરોજ સવારે અને સાંજે પોતાની સેવા આપે છે.

4.મહિલાઓનું સન્માન સાચો હનુમાન ભક્ત ક્યારેય પણ મહિલાઓનું અપમાન કરતો નથી. સાચો હનુમાન ભક્ત હિંસા કરવાનું તો વિચારી પણ શકતો નથી. તેઓ હંમેશા પરસ્ત્રીને પોતાની બહેન અથવા માં સમજે છે. તે હંમેશા સારો વ્યવહાર કરે છે. હનુમાનજી સ્વયં માતા સીતાને આદર અને સન્માન આપતા હતા.

5.દાન ધર્મ એક હનુમાન ભક્ત દાન કરવાથી ક્યારેય પાછળ હટતો નથી. દાનનો મતલબ એવો નથી કે ઘણા બધા પૈસા દાનમાં આપવા. તમે પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કંઈ પણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે હોઈ શકે છે. દાન કરતા સમયે તમારું મન ચોખ્ખું હોવું જોઈએ. એવુસાચા હનુમાન ભક્તમાં ક્યારે પણ એવું ના થવું જોઈએ કે તે મન મારીને તમે મજબૂરીમાં દાન-ધર્મ ના કરો, તેનાથી તમને કોઇ લાભ મળશે નહીં.

Team Dharmik