હનુમાન દાદાનું આ મંદિર છે ખુબ જ ચમત્કારિક, દિવસમાં ત્રણવાર દાદાની મૂર્તિ બદલે છે રંગ, જાણો તેના માહાત્મ્ય વિશે

આપણા દેશમાં હનુમાનજીના ઘણા જ સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે, અને ઘણા એવા મંદિર પણ છે જ્યાંના ચમત્કારો અને પરચાઓ આજે પણ સામાન્ય લોકોને મળે છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે અને તે પોતાના ભક્તોના કષ્ટ દૂર કરતા હોય છે. એવું જ એક હનુમાનજીના ચમત્કારિક મંદિર વિષે આજે તમને જણાવીશું જ્યાંના મંદિરમાં હનુમાનજી દિવસ દરમિયાન ત્રણ વાર રૂપ બદલે છે.

હનુમાનજીનું આ ચમત્કારિક મંદિર મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના છાજલીના મુખ્ય બજારમાં આવેલું છે, આ હનુમાનજીને છત્રપતિ હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. આ મદની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધા અને ભકિતનું પ્રાચીન કેન્દ્ર છે.

 

આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમાની ત્વચાનો રંગ ખુબ જ દુર્લભ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. આ મંદિરમાં ભાગવાની આ મૂર્તિ ખુબ ચમત્કારિક પણ છે. મંદિરના પૂજારી દિપક શર્માના જણાવ્યા અનુસાર  ભગવાનની આ પ્રતિમા 9 ફૂટ લાંબી અને સદા ત્રણ ફૂટ પહોળી છે.

હનુમાનજીના ખભા ઉપર રામ અને લક્ષમણ બીજરજમાં છે અને એક હાથમાં ગળા તો એક હાથમાં સંજીવની પર્વત પણ છે. તેમના પગની અંદર અહિરાવણની આરાધ્ય દેવી છે અને જંઘા ઉપર ભરતજી દ્વારા ચલાવવામાં આવેલા બાણનું ચિન્હ પણ છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રિતમાં એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. એવું મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ મંદિર વિષે ત્યાંના હાલના પૂજારીનું કહેવું છે કે અહીંયા સ્થિત હનુમાનજી દિવસમાં ત્રણ વખત પોતાનું રૂપ બદલે છે. સવારમાં અહીંયા ભગવાન બાળ સ્વરૂપમાં જોવા મળે છે તો બપોરે હનુમાનજીનું યુવા સ્વરૂપ જોઈ શકાય છે તો સાંજ થતા સુધીમાં હનુમાનજીનું વૃદ્ધ રૂપ જોવા મળે છે.

મંદિરના પૂજારી દ્વારા કહેવામાં આયવું હતું કે સાચા માંથી કરેલી પૂજા અહીંયા જરૂર ફાળે છે, અને ભગવાન તેમના ભક્તોના દુઃખ પણ દૂર કરે છે. આ મંદિર સાથે ઘણી દાંત કથાઓ પણ જોડાયેલી છે.

Dharmik Duniya Team