આખરે શા કારણે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ ? રહસ્ય છે ખુબ જ હેરાન કરી દેનારું, મોટાભાગના લોકો નહીં જાણતા હોય

ગુજરાત એ સંતો મહંતોની ભૂમિ છે. ગુજરાતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો આવેલા છે, અને દરેક ધાર્મિક સ્થળોનો એક આગવો મહિમા છે. એવું જ એક પાવન ધાર્મિક સ્થળ છે દેવ ભૂમિ દ્વારિકા. જ્યાં આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્રશ્ય કરવામાં માટે આવે છે, અને દ્વારિકાના નાથ રાજા રણછોડના દર્શન કરીને પાવન બને છે.

દ્વારિકા વિશે ઘણી બધી વાતો એવી છે જે આજે પણ રહસ્ય સમાન છે. એક સમયે દ્વારિકા નગરી આખી જ સોનાની નગરી હતી. તેને સોનાની દ્વારિકા પણ કહેવામાં આવે છે. પરંતુ આ સોનાની નગરી દ્વારિકા દરિયાની અંદર ડૂબી ગઈ, તેને આજે પણ શોધવામાં આવી રહી છે. તો ઘણા લોકોને એ વાતની ખબર નહીં હોય કે આખરે સોનાની દ્વારિકા દરિયામાં કેવી રીતે ડૂબી ગઈ ?

તો સૌ પ્રથમ આપણે દ્વારિકા નગરી બનવા પાછળનો પહેલા ઇતિહાસ જાણીએ. વાત એમ છે કે શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા હતા. ત્યારે એક નવી નગરીના નિર્માણ માટે વિશાળ સાગરતટ પ્રદેશ પર તેમની નજર ઠરે છે અને ત્યારબાદ તે વિશ્વકર્માજીને  આહ્વવાન કરે છે, અને દ્વારિકા નગરીના નિર્માણ માટે કહે છે.

શ્રી વિશ્વકર્માએ શ્રી કૃષ્ણને જણાવ્યું કે, જો સમુદ્રદેવ દ્વારિકાનગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય સંભવ થાય તેમ હતું.  ત્યારે શ્રી કૃષ્ણએ સમુદ્રદેવની આરાધના કરી અને પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન સમર્પિત કરી. તેના પર વિશ્વકર્માજીએ સોનાની દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખવામાં આવતી હતી.

એક દંતકથા પ્રમાણે કૃષ્ણના જીવનનો અંત સોમનાથ પાસેના ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા હતા તેના કારણે થયો હતો અને અરબી સમુદ્રના તટે સોમનાથની તીરે ત્રિવેણી સંગમ ખાતે શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. તે સમય પછી આ પ્રાચીન દ્વારિકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનું રાજતિલક થયું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણીને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે. તે પ્રમાણે જ અર્જુન આવીને દ્વારિકાવાસીઓને પોતાની સાથે લઈ જાય છે, પણ તે પહેલાં કૃષ્ણના પરિવારજનો સ્વર્ગે સીધાવે છે.

તો અંગે મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારિકા નગરી ડૂબી ગઈ. દ્વારિકાના સાગરકાંઠે આર્કિયોલોજી દ્વારા થયેલા સંશોધનોમાં પાણી નીચે નગરના અવશેષો મળ્યાં છે. ઈ.સ. પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે. શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારિકા જ માને છે. ઈતિહાસકારોમાં દ્વારિકા ક્યા હતી એ અંગે અનેક મતમતાંતર છે. કૃષ્ણયુગ પુરો થયો ને પાંચ હજાર વર્ષ પુરા થઈ ગયાં છે, પણ હજી કૃષ્ણની દ્વારિકા કયાં હતી, તે પ્રશ્ન એમનો એમ રહ્યો છે.

દરિયાના નીચે સોનાની દ્વારિકા ડૂબી ગઈ તેની દંતકથા છે. માટે સમુદ્રના પાણીમાં દ્વારિકા નગરી હોવાની માન્યતા પ્રબળ છે. અને એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા મળ્યાં નથી. આજની દ્વારિકા નગરી તે જ મૂળ દ્વારિકા નગરી હોવાનું મનાય છે.

ભક્તકવિ નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખી હતી તેમાં જે સરનામું ટાંકયું હતું, ‘ સ્વસ્તી શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ’. તે મુજબ જોઈએ તો બેટદ્વારિકા એ અસલ દ્વારિકા છે. બીજી તરફ આદ્ય શંકરાચાર્ય હાલની દ્વારિકાને ઓરિજનલ દ્વારિકા ગણે છે. માટે તેમણે શારદાપીઠની સ્થાપના કરી હતી.

પુરાતત્વ વિભાગ જાણકારો પણ આ દ્વારિકાને અસલ દ્વારિકા ગણે છે. બીજી વાત એવી છે કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારિકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારિકા જ્યાં છે, તો કોઈ પર્વત નથી. એક શકયતા એ છે કે જૂનાગઢને દ્વારિકા તરીકે રજૂ કરાઈ રહ્યું છે, પણ કોઈ પુરાવા કે સંકેત મળતા નથી. કોડીનાર પાસે મૂળ દ્વારિકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન દસમી સદીના અવશેષો મળી આવ્યાં છે. ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળ્યું હતું. અને આ બાંધકામ પંદર ફૂટ ઊંચું હતું. સૌરાષ્ટ્રની પ્રાચીન દીવાદાંડી પણ મળી છે. જાણીતા પુરાત્વશાસ્ત્રી દ્વારિકા અહીં હોવાનું માનતાં હતાં.

Dharmik Duniya Team