Dharm

શુક્રવારે સાચા મનથી કરો વ્રત, લક્ષ્મી માતા થશે પ્રસન્ન અને દૂર થશે ધનની સમસ્યા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે. હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે લક્ષ્મી માંની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

હિંદુ પંચાગ અનુસાર, આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીનું વ્રત કરવાથી તે પ્રસન્ન થઇને ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે. મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. શુક્રવારે કોઇ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુ જેમ કે સફેદ કપડા કે ચોખાનું દાન કરો. તેનાથી માતાની કૃપા તમારા પર બની રહેશે.

શુક્રવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અને વરદાન પણ આપે છે. લક્ષ્મી માતાને શુક્રવારે ચોખા ચઢાવવા જોઇએ. જો કે, એ વાતનું ધ્યાન રાખવુ જોઇએ કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઇએ. તમે એ દિવસે જરૂરિયાતમંદોની મદદ કરી શકો છો. આવુ કરવાથી માં લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે.

(નોંધ : આ બધી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. જો કે, Gujju Rocks આની પુષ્ટિ કરતુ નથી.)