સોતેલા પિતાના પ્રેમમાં પડેલી દીકરીએ માતા સાથે કર્યુ એવું કે…ફિલ્મોને ટક્કર મારે એવો કિસ્સો

ઘોર કળિયુગને શરમાવે તેવો કિસ્સો; સાવકા બાપ – દીકરીનું ચાલું રહ્યું હતું લફડું, ખુબ મજા કરવા શ્રીમંત માતાની હત્યા કરી અને છેલ્લે તો

ઘણીવાર રાજય સહિત દેેશભરમાંથી સંબંધોને શર્મશાર કરતા કિસ્સા સામે આવે છે. ઘણીવાર જીજા-સાળીના તો ઘણીવાર દિયર-ભાભીના સંબંધોને શર્મશાર કરતા કિસ્સા સામે આવે છે. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તે પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને શરમાવે તેવો છે. પુત્રી તેના સોતેલા પિતાના પ્રેમમાં પડી હતી અને આ કારણે તેણે તેની કરોડપતિ માતાની હત્યા કરી હતી અને આ હત્યા એટલા માટે કરી કારણ કે મિલકતની વહેંચણી કરવામાં આવે અને બંને લક્ઝરી લાઇફ જીવી શકે. પરંતુ પોલિસે આ કેસ ઉકેલી દીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, 27 ડિસેમ્બરના રોજ 38 વર્ષિય અર્ચના રેડ્ડીની હત્યા કરવામાં આવી હતી. કેટલાક લોકો તેને કારમાંથી ખેંચી લઇ ગયા અને તેની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. તે બાદ પોલિસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ગત ગુરુવારના રોજ આ મામલે મોટો પર્દાફાશ થયો હતો. આ મામલે, આ મહિલાના બીજા પતિ અને તેની દીકરી યુવિકા રેડ્ડી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું કે સાવકા પિતા અને દીકરી વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. તેઓ વૈભવી લાઇફ જીવી શકે તે માટે તેમણે શ્રીમંત મહિલાની હત્યા કરી નાંખી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઉલ્લેખનીય છે કે. આરોપીઓએ અર્ચના રેડ્ડીની મિલકત મેળવવા અને વૈભવી જીવન જીવવા માટે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, તપાસમાં જાણવા મળ્યું કે નવીન અને યુવિકા પ્રેમમાં પડ્યા હતા અને બંને લગ્ન કર્યા પછી ભવ્ય જીવન જીવવા માંગતા હતા. આરોપી નવીન મૃતક મહિલાનો બીજો પતિ છે, જે જિમ ટ્રેનર છે. તેણે યુવતિને મોડલ બનાવવાનું વચન આપ્યુ હતુ. આરોપી દીકરી યુવિકાની વાત કરીએ તો, તે બી.કોમ.ની વિદ્યાર્થીની છે અને નવીન સાથે જીમમાં ટ્રેનિંગ લઈ રહી હતી.

અર્ચનાને પહેલા લગ્નથી એક દીકરી અને એક દીકરો હતો. બેંગલુરુના જિગની વિસ્તારમાં 40 કરોડ રૂપિયાની તેની સંપત્તિ હતી. દીકરી અને સાવકા પિતા વચ્ચે અફેરની જાણ થતા ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાદ અર્ચનાએ નવેમ્બર મહિનામાં નવીન સામે દહેજનો કેસ પણ નોંધાવ્યો હતો. તે દરમિયાન, મહિલાએ તેની પુત્રીને કહ્યું કે જો તે તેના સાવકા પિતા સાથે સંબંધ ચાલુ રાખશે તો તે તેની પૈતૃક સંપત્તિમાંથી કાઢી મૂકશે.

અર્ચનાએ નવીનના ઘરે ગુંડાઓ મોકલીને તેને તેની પુત્રીથી દૂર રહેવા અને તેને પરત મોકલવાની ચેતવણી આપી હતી. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે તેને છૂટાછેડા આપીને યુવિકા સાથે લગ્ન કરશે. સાવકા પિતા અને દીકરી વચ્ચેના અફેરના કારણે જે વિવાદ ચાલી રહ્યો હતો તેના કારણે તે બંને વૈભવી જીવન જીવી શકતા ન હોતા અને લોકડાઉનને કારણે જીમ બંધ હતુ જેના કારણે આર્થિક સંકટ ઊભું થયું અને પછી અર્ચનાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું. પોલીસે ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા.

Team Dharmik