Dharm

બુધવારની સાંજે આ ઉપાય કરવાથી થાય છે ગણેશજીની કૃપા, તમને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે

તમને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે, બસ આટલું કરો

ધાર્મિક માન્યતા અનુસાર, બુધવારનો દિવસ ગણેશજીનો હોય છે. બુધવારના દિવસે ખાસ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘણા ઉપાય કરવાથી વિદ્યા, બુદ્ધિ, વિવેકની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બુધવારના દિવસે કંઈ રીતે ઉપાય કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થઇ રહી છે.

બુધવારના દિવસે સાંજના સમયે ગણેશજીની પૂજા કરો. આ દરમિયાન તેમની સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરો. આ બાદ 108 વખત ગણેશ મંત્રનો જાપ કરો. સાથોસાથ ગણેશ ચાલીસાનો પાઠ કરો અને આરતી કરો. અંતમાં તેમના ચરણો પર માથું નમાવીને પોતાની જ ધન સંબંધી સમસ્યાઓ અથવા મનોકામના જણાવો. ગણેશજીના આશીર્વાદથી તમને ગરીબીમાંથી છુટકારો મળી જશે.

બુધવારની સાંજે પૂજાના દોરાથી વીંટાળેલું એક શ્રીફળ લો. હવે તેને તમે પોતાના પગથી લઇને માથા સુધી સાત વખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળને મંદિરમાં ગણેશજીના ચરણોમાં રાખીને વધેરી દો. હવે તમારે આ નારિયેળ મંદિરમાં જ છોડી દેવાનું છે. તેને પોતાની સાથે ઘરે લઈ જવાનું નથી. આવું કરવાથી તમને પોતાનાં કાર્યોમાં કોઈ અડચણ ઉત્પન્ન થશે નહીં. બુધવારે લીલા ઘાસ અર્થાત્ દુર્વા ગણપતિને અર્પણ કરો. તેનાથી તમારા પૈસાની પ્રાપ્ત થશે. દર બુધવારે ગણેશજીને પાંચ દુર્વાસો અર્પણ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે.

ભગવાન ગણેશના કપાળ પર ગાયના ઘીમાં સિંદૂર મિક્ષ કરીને તિલક લગાવો અને આ તિલક પોતાના કપાળ પર પણ લગાવો. આ ઉપાયથી ગણેશજી ખુશ છે અને સાથે અનેક ઈચ્છાઓ પૂરી કરે છે.