પૂજાની આ 5 વસ્તુઓ હાથમાંથી પડવી માનવામાં આવે છે ખુબ જ અશુભ, આપે છે ભવિષ્યમાં કોઈ અનહોની થવાનો સંકેત

પૂજાના સમયે જો આ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો સમજી લો કે ભગવાન આપે છે આ અનહોની થવાના સંકેત

હિન્દૂ સનાતન ધર્મમાં પૂજાનું ખુબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.કોઈપણ શુભ કામ કરતા પહેલા શુભ મુહર્તના સાત પૂજનનું ધ્યાન રાખવામાં આવે છે. પૂજાના સમયે કોઈ અપશુકન પણ થાય છે જે દર્શાવે છે કે આવાનારા સમયમાં તેઓના પર કોઈ આપત્તિ આવી શકે છે. તેવી જ રીતે ઘણીવાર પૂજાના સમયે હાથમાંથી પૂજાની સમાગ્રીઓ પડી જાય છે, જો કે આ સામાન્ય વાત છે પણ ધાર્મિક શાસ્ત્રોના આધારે આવી રીતે પૂજાની સામગ્રીનું હાથમાંથી પડવું અશુભ માનવામાં આવે છે.માનવામાં આવે છે કે ઘણી વાર દેવતાઓ શુભ-અશુભ સંકેત આપે છે જેને સમજીને વ્યક્તિ આવનારી મુસીબતો જાણી શકે છે. આવો તો તમને જણાવીએ કે એવી કઈ કઈ વસ્તુ છે જે હાથમાંથી પડવું અશુભ માનવાના આવે છે.

1. પ્રસાદ: ઘણીવાર પ્રસાદ હાથમાંથી ઢોળાઈ જાય છે જે અશુભ સંકેત આપે છે. આવું થવું તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગયાનો સંકેત આપે છે. ક્યારેય પણ પ્રસાદનો અનાદર કરવો જોઈએ નહિ અને જો ભૂલથી પ્રસાદ ઢોળાઈ જાય તો તે ઉઠાવીને માથા પર લગાવવો જોઈએ અને જો તમે તેને ખાવા નથી માંગતા તો તેને પાણીમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ છોડના કુંડામાં અર્પણ કરી દો.

2. ભગવાનની મૂર્તિ: શાસ્ત્રોના આધારે ઘણીવાર ભગવાનની મૂર્તિ કે છબી સાફ કરતી વખતે પડી જાય છે જે અશુભ સંકેત આપે છે. એવામાં પડેલી મૂર્તિનું તૂટવું પણ ખુબ અશુભ માનવામાં આવે છે. આવું થવાથી પરિવારમાં કોઈ મોટા વ્યક્તિ પર સંકટ આવી શેક છે અને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પણ આવવાની શક્યતા દર્શાવે છે.જો અજાણતા મૂર્તિ કે છબી ખંડિત થઇ ગઈ હોય તો તેને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ કે પછી જમીનમાં દાંટી દેવી જોઈએ.

3. પૂજાનો દીવો: હાથમાંથી પૂજાનો દીવો નીચે પડી જવો કે ઓલવાઈ જવો કોઈ અનહોની થવાનો સંકેત આપે છે. આવું થવા પર દેવતાઓ તમારાથી નારાજ હોઈ શકે છે માટે તમારા કુળદેવતાની માફી માગી ફરીથી દીવો પ્રગટાવવો જોઈએ.

4. સિંદૂર: સ્ત્રીના સોળ શૃંગારમાં એક સિંદૂર શુભ કે અશુભ સંકેત આપી  શકે છે. આ સિવાય દરેક દેવી દેવતાઓને પણ સિંદૂર લગાવવું શુભ માનવામાં આવે છે.જો પૂજા કરવાના સમયે સિંદૂર ની ડબ્બી હાથમાંથી પડી જાય તો સમજી લો કે આવનારા સમયમાં પરિવાર કે પતિ પર મોટું સંકટ આવી શકે છે. અને સિંદૂર ઢોળાય જાય તો તેને પગ કે સાવરણીથી સાફ કરવું ન જોઈએ પણ કપડાથી ઉઠાવીને ફરીથી ડબ્બીમાં ભરી લેવું જોઈએ.

5. પાણીથી ભરેલો કળશ: જો પૂજા કરવાના સમયે પાણી કે દૂધથી ભરેલો કળશ પડી જાય તો તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે. હાથમાંથી આવી રીતે કળશનું પડવું પિતૃઓનું નારાજ હોવાનું માનવામાં આવે છે.આવું થવાથી પરિવારના લોકોએ સમસ્યાઓનો સામનો સામનો કરવો પડી શકે છે.

Team Dharmik