માણસના શરીરમાં માતાજી કેવી રીતે આવે છે? જાણો તેની પાછળનું ઊંડું રહસ્ય

ખરેખર માતાજી શરીરની અંદર આવે છે? કે લોકો મૂર્ખ બની જાય છે? જાણો તેની પાછળનું ઊંડું રહસ્ય

શું કોઈ વ્યક્તિના શરીરમાં દેવી માતાની છાયા જોવા મળી શકે છે? શું કોઈ વ્યક્તિ દેવીનું રૂપ ધારણ કરીને સળગતા અંગારા પર ચાલી શકે છે? આસ્થા અને અંધવિશ્વાસની આ બાબતમાં જાણીએ કે દેવી શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને કેવી રીતે પોતાના ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે.

એવું તમે પણ ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે કે ભારતમાં મોટાભાગે માતાની પૂજાના સમયે માતા ચોક્કસ કોઈને કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. આવો તો જાણીએ આ અંધશ્રદ્ધા પાછળની હકીકત. મંદિરમાં આરતી શરૂ થતા જ અમુક મહિલાઓની અંદર માતા આવે છે તો અમુક પુરુષોના શરીરની અંદર દેવીનું વાહન સિંહ કે કાળ ભૈરવ પ્રવેશે છે અને તેઓ વિચિત્ર રીતે વ્યવહાર કરવા લાગે છે અને પોતાનું માથું સખત હલાવવા લાગે છે. તો કોઈ સળગતો કપૂર પોતાના હાથમાં લઈને આરતી ઉતારવા લાગે છે તો કોઈ સળગતા અંગારા પર ચાલવા લાગે છે.

તેઓ પોતાને દેવીની આરાધના કરતા ભક્તોને આશીર્વાદ પણ આપે છે. જો કે આ ઘટના પર અમુક લોકો વિશ્વાસ રાખે છે તો અમુક લોકો તેને અંધવિશ્વાસ કે ખોટો ડોળ માને છે. પણ આ બાબતની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે.

વિજ્ઞાનના આધારે આ બધું એક મનોવૈજ્ઞાનિક બીમારીને લીધે થાય છે. વિજ્ઞાનનું માનવું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મગજ કમજોર થાય છે ત્યારે તે એક જ વસ્તુ વિશે વારંવાર વિચારવા લાગે છે. જેમ કે જો તેઓ માતાજી વિશે વિચારતા રહે તો તેમનું મગજ પણ તેવો જ અનુભવ કરવા લાગશે કે પોતે માતા છે.

બોલીવુડની ફિલ્મ મંજોલીકા અને ભુલ ભુલૈયા પણ આ જ ઘટના પર આધારિત છે. જેમાં અભિનેત્રી બાળપણથી જ આવી જ કહાનીઓ સાંભળતી આવી હોય છે પરિણામે તેનું મગજ પણ તેવું જ વિચારવા લાગે છે. અને અંતે તેના મગજમાંથી આ વસ્તુની વિચારણા બહાર કાઢવામાં આવે છે.

Team Dharmik