જાણો કેમ ઘરના સદસ્યને દહીં અને ખાંડ ખાઈને ઘરેથી બહાર મોક્લવમાં આવે છે, તેની પાછળ છે વૈજ્ઞાનિક મહત્ત્વ

ઘણી વખત જોવામાં આવતું હોય છે કે ઘરનું કોઈ પણ સદસ્ય કોઈ પણ શુભ કામ માટે બહાર જતો હોય છે તો તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવતી હોય છે. આપણા સમાજમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. તેનું મુખ્ય કારણ છે હિન્દૂ ધર્મમાં દહીંને પાંચ અમૃત માનવામાં આવે છે. દહીં ખાવાથી મન ખુશ થઇ જતું હોય છે તો કોઈ પણ કામ સારી રીતે કરી શકાય છે. ઘણી વખત દહીં અને ખાંડ સાથે ખાવામાં આવતી હોય છે કેમકે દહીંમાં ખટાસ હોય છે તો તેમજ ખાંડમાં મીઠાસ હોય છે.

આપણા દેશમાં કોઈ પણ શુભ કામ કર્યા પહેલાં ઘરેથી નીકળતી વખતે દહીં-ખાંડ ખવડાવવાની પરંપરા છે. આ માત્ર પરંપરા નથી, આનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે અને ખાંડથી મગજ એલર્ટ રહે છે. દહીં-ખાંડ ખાઈને ઘરેથી નીકળવાથી તમને થાક નહીં લાગે તેનાથી તમારું કામ સારી રીતે થાય છે.

દહીં અને ખાંડ ખાવાથી આપણા શરીરને તરત ગુકોઝ મળે છે. એ જ કારણ છે કે ઘરેથી બહાર નીકળતા દહીં ખાંડ ખવડાવવામાં આવતી હોય છે. જેના કારણે તમે આખો દિવસ એક્ટિવ રહી શકો. દહીં અને ખાંડથી મળવા વાળું ગ્લુકોઝ તમારું મન અને શરીરને તંદુરસ્ત ઉર્જાથી ભરી દેતું હોય છે જેમાં તમે પ્રફુલ્લિત રહો છો અને તમારું કામ બની જતું હોય છે. આ જ કારણ છે કે ઘરના મોટા લોકોને બહાર નીકળતા પહેલા દહીં ખાંડ ખાવાનું કહેતા હોય છે.

બ્લડ પ્રેશર કે સુગર લેવલ પહેલાં બ્રેન ફોગિંગની સ્થિતિમાં તરત ગળ્યું ખવડાવવામાં આવે છે. જેથી મગજ એલર્ટ થઇ જાય. સ્ટ્રેસ, એન્ઝાયટી હોય તો ગળ્યું ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે આ વસ્તુઓ એન્ઝાયટી ઓછી કરે છે. મીઠાના નામે ચોકલેટ, મીઠાઈ ખવડાવવાને બદલે ગોળમાંથી બનેલી સ્વીટ વસ્તુઓ ખવડાવો. ડાયટમાં સીઝનલ ફ્રૂટ્સ સામેલ કરો. પરીક્ષા વખતે બાળકોને ચા-કોફી ના આપો. આનાથી એસિડિટી અને ગેસની તકલીફ થઇ શકે છે.

પરીક્ષા સમયે બાળકો એટલા ડરી જાય છે કે વાંચેલું ભૂલી જાય છે આથી એક્ઝામમાં મેન્ટલ હેલ્થ અને પેટનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા બાળકોને પરીક્ષા વખતે ઊલટી અને ડાયરિયાની તકલીફ થઇ જાય છે. એન્ઝાયટીને લીધે પેટનું સ્વાસ્થ્ય બગડે છે. દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ પેટની હેલ્થ માટે સારું છે અને સ્વીટ વસ્તુઓ સ્ટ્રેસ ઓછો કરે છે. પરીક્ષા દરમિયાન બાળકોને ફ્રૂટ્સ, સલાડ અને ઘરે બનાવેલું હળવું ભોજન આપો. તેનાથી આળસ પણ નહીં આવે અને અભ્યાસમાં મન લાગશે.

​​​​​​​ઘણા બાળકોને લેક્ટોઝ ઈંટોલેરન્સની તકલીફ હોય છે એટલે કે દૂધ કે તેની આઈટમની એલર્જી હોય છે. આવા બાળકોને દૂધ-દહીં ના આપો. દહીંને ડુંગળી, અડદની દાળ, માછલી સાથે ના ખાઓ. આયુર્વેદમાં આને વિરુદ્ધ આહાર માનવામાં આવ્યા છે. તેના સેવનથી ગેસ, એસિડિટી, કબજિયાત અને સોજા જેવી તકલીફ થઇ શકે છે.

Team Dharmik