ખબર News

શું તમને નોકરીથી જોઈએ એટલી ઈન્ક્મ નથી મળી રહી? તો શરુ કરો આ સાઈડ બિઝનેસ, થશે પૈસાનો વરસાદ

આજના આર્થિક યુગમાં દરેક વ્યક્તિ સારી કમાણી કરવા માંગતો હોય છે તેવામાં હવે ખેતી કરીને પણ બમ્પર કમાણી કરી શકાય છે. આજે આપણા દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે તેવામાં બધાની પાસે કમાણીનો કોઈને કોઈ એક સ્થાયી રસ્તો હોવો ખુબ જ જરૂરી છે તો આજે અમે એવી ખેતી કરવા માટે કહી રહ્યા છીએ જેમાં તમે આરામથી લાખો રૂપિયા કમાઈ શકો છો. તમે ચંદનની ખેતીમાં જેટલો ખર્ચ કરશો તેના કરતા ખુબ વધારે કમાશો.

ચંદનની ખેતી કરીને તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો. ચંદનનો ઉપયોગ પૂજા પાઠમાં જ નહિ પરંતુ ઘણા પ્રકારના સૌંદર્ય સબંધિત વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. પહેલાના સમયના પ્રમાણે આજે ચંદનની ખેતીની ડિમાન્ડ વધતી જઈ રહી છે.

ચંદનના લાકડાની દેશ-વિદેશમાં ખૂબ માંગ છે. આ વ્યવસાય એક લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. ચંદનના ઝાડને બે રીતે તૈયાર કરી શકાય છે. એક ઓર્ગેનિક ખેતીથી અને બીજું પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. ચંદનના વૃક્ષોને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં 10થી 15 વર્ષ જેટલો સમય લાગે છે અને સાથે જ પરંપરાગત રીતે વૃક્ષ તૈયાર થવામાં 20થી 25 વર્ષ જેટલો સમય લાગે છે.

તેને પહેલા 8 વર્ષ સુધી કોઈ બાહ્ય સુરક્ષાની જરૂર હોતી નથી. ત્યારબાદ તેમાંથી સુંગધ આવવાની શરુ થઇ જાય છે. જેથી ચંદનના ઝાડ ગુપ્ત રીતે કાપી નાંખવામાં આવે તેવી ભીતિ રહે છે. તેથી સંપૂર્ણપણે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમારે ચંદનના ઝાડને પ્રાણીઓ અને અન્ય લોકોથી ત્યાં સુધી રાખવું પડશે. તેના વૃક્ષો રેતાળ અને બરફીલા વિસ્તારો સિવાય બધે જ ઉગાડવામાં આવે છે.

ચંદનનો ઉપયોગ ઢગલાબંધ વસ્તુઓમાં થાય છે. તેનો સૌથી વધુ ઉપયોગ પરફ્યૂમ બનાવવામાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક દવા બનાવવા માટે પણ થાય છે. ચંદનનો રોપો કોઈ પણ સારી નર્સરીમાં 100 રૂપિયાથી 150 રૂપિયામાં મળી રહેશે. ચંદનનો છોડ એક પરોપજીવી છે, એટલે કે તે જમીનમાં ટકી શકતો નથી. તેને ટકી રહેવા માટે કોઈના ટેકાની જરૂર પડે છે.

એટલે કે તેની સાથે હોસ્ટ પ્લાન્ટની જરૂર પડે છે. આ હોસ્ટ પ્લાન્ટ 50-60 રૂપિયામાં આવે છે. વૃક્ષ ઉગે એટલે ખેડૂત તેમાંથી દર વર્ષે 15-20 કિલો લાકડું સરળતાથી કાપી શકે છે. બજારમાં આ લાકડું લગભગ 30 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આવી રીતે તમે કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો.