મેટ્રો સ્ટેશન પર શ્વાને જવાન સાથે કર્યા યોગા, નજારો જોઈને લોકોની આંખો પણ થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

આ શ્વાને મેટ્રો સ્ટેશન પર આવી રહેલા પેસેન્જરના દિલ જીત્યા, CISFના જવાન સાથે કર્યા એવી રીતે યોગા કે લોકો પણ દંગ રહી ગયા, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર  લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની એવી એવી હરકતો કેદ થઇ જતી હોય છે જે જોવી દરેક વ્યક્તિને ખુબ જ પસંદ આવે છે, એમાં પણ શ્વાનના ઘણા બધા વીડિયો તમે જોયા હશે જે તમારું ડૂલ જીતી લેતા હોય છે, હાલ પણ આવા જ એક શ્વાનનો વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો દિલ્હીના એક મેટ્રો સ્ટેશનનો છે. ડિફેન્ડર્સ ઓફ ઈન્ડિયા નામના પેજએ ઈન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરી છે. વીડિયોમાં સીઆઈએસએફનો જવાન શ્વાનને ટ્રેનિંગ આપતા જોઈ શકાય છે. જવાને યોગના કેટલાક આસનો કર્યા અને શ્વાને પણ આ જ પ્રકારના યોગ કર્યા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જવાન જે રીતે યોગ કરી રહ્યો છે તે જ રીતે તે શ્વાન પણ વચ્ચે આવી રહ્યો છે. જ્યારે યુવક બેઠો હોય છે ત્યારે શ્વાન પણ બેસે છે અને જ્યારે તે ઊભો થાય છે ત્યારે શ્વાન પણ ઊભો થઈ જાય છે. આ દરમિયાન ત્યાં લોકોની ભીડ હતી અને જેણે તેને જોયો તે અવાચક થઈ ગયો.

આ ઘટનાને કોઈએ પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધી. જો કે આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે CISFના જવાનો મેટ્રો સ્ટેશન પર ટ્રેનિંગ બોન્ડ બતાવી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોના દિલ જીતી રહ્યો છે.

Dharmik Duniya Team