રોડ દુર્ઘટનામાં દાદાનું થયું નિધન… તો પૌત્રી હવે કરી રહી છે એવું કામ કે દુનિયાભરના લોકોએ કરી સલામ… IAS પણ થયા પ્રભાવિત… જુઓ વીડિયો

“જનસેવા એજ પ્રભુસેવા !”, આ કહેવતને સાર્થક કરતી આ દીકરીની કહાની સોશિયલ મીડિયામાં થઇ વાયરલ, કરે છે એવું ઉમદા કામ કે તમે પણ બે હાથ જોડીને વંદન કરશો… જુઓ

ઘણા લોકો એવા હોય છે જે પોતાના સ્વાર્થ માટે કોઈનો પણ ફાયદો ઉઠાવતા જરા પણ અચકાતા નથી. તો ઘણા લોકો એવા પણ હોય છે જે બીજા માટે પોતાનું સર્વસ્વ કુરબાન પણ કરી દેતા હોય છે. ઘણીવાર કોઈના જીવનમાં એવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે જેના બાદ તે એવા કામ કરવા માટે પ્રેરાય છે જેને જોઈને લોકો પણ તેમના કામને વંદન કરે છે.

સોશિયલ મીડિયા પર એક છોકરી રસ્તા પર સાઈકલ ચલાવતા લોકોની મદદ માટે આગળ આવી છે. તે તેની સાઇકલ પર લાઇટ લગાવીને તેને અકસ્માતથી બચાવવામાં મદદ કરી રહી છે અને હવે આ વીડિયો જોયા બાદ ઘણા લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. IAS ઓફિસર અવનીશ શરણે પોતે આ વીડિયો શેર કર્યો છે અને તેની પ્રશંસા કરી છે.

તેમને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં 22 વર્ષની છોકરી રોડ એક્સિડન્ટથી બચવા માટે સાઇકલ પર સેફ્ટી લાઇટ લગાવી રહી છે. લખનઉની ખુશી પાંડેએ એક માર્ગ અકસ્માતમાં તેના દાદાને ગુમાવ્યા હતા. તેના દાદા સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારી કારણ કે કાર સવાર તેમને જોઈ શક્યો ન હતો. ત્યારથી ખુશી પાંડેએ સાયકલ પર 1500 ફ્રી રેડ લાઈટ લગાવ્યા છે.

22 વર્ષીય ખુશી પાંડે ઘણીવાર શહેરના મુખ્ય ચોકો પર “સાયકલ પે લાઈટ લગવાઓ” લખેલું બોર્ડ પકડેલી જોવા મળે છે. વિડિયો ઇન્ટરનેટ પર દિલ જીતી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ખુશી પાંડેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “આ મહાન કાર્ય માટે આશીર્વાદ.” અન્ય યુઝરે લખ્યું, “સારું કામ. ભગવાન તમારું ભલું કરે.” ત્રીજા યુઝરે કહ્યું, “ઓછી કિંમતના રેટ્રોરિફેક્ટિવ સેન્સર પણ ઘણી મદદ કરશે. સરસ અને ઉત્તમ પ્રયાસ. ભગવાન તમને આશીર્વાદ આપે.”

Dharmik Duniya Team