વ્યૂઝ વધારવા માટે ભાઈએ બનાવી દીધો પોતાની સુહાગરાતનો વીડિયો? પત્ની સાથેની અંગત પળોને જોઈ લોકો બગડ્યા

લોકો ફેમસ થવા માટે આજે કંઈપણ કરતા હોય છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે અને અવનવા અખતરા કરીને પણ લોકો લાઇક્સ અને વ્યૂઝ વધારે છે. લોકો પોતાના અતરંગી વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને યુઝર્સ પણ ગુસ્સે ભરાતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવકે પોતાની સુહાગરાતનો વીડિયો બનાવ્યો હતો.

ત્યારે હાલ વધુ એક યુવક પણ તેની સુહાગરાતના વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે.  આ વ્યક્તિએ પણ તેની સુહાગરાતનો વીડિયો બનાવ્યો છે અને પછી ઇન્સ્ટાગ્રામના રીલ સેક્શનમાં તેને પોસ્ટ પણ કર્યો છે. જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લાખો લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને ભાવિન અને વૈશાખી નામના યુઝર્સ દ્વારા તેમના પેજ લવની ભવાઈ પર પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વર-કન્યાએ પોતાની પહેલી રાતને યાદગાર બનાવવા માટે આ વીડિયોને બનાવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે ફૂલો અને ફુગ્ગાથી આખા રૂમને શણગારવામાં આવ્યો છે અને વર કન્યા બંને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કન્યા મીરર સામે મોબાઈલ રાખીને પોતાને બતાવી રહી છે. તો આગળ વરરાજા પણ કન્યાની ઓઢણી લઈને શરમાવવાનો અભિનય કરી રહ્યો છે. જેના બાદ વરરાજા કન્યાનો એક પછી એક શણગાર ઉતારવામાં મદદ પણ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં છેલ્લે બંને હસતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયોને જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા લોકોને આ વર-કન્યાની ક્યુટનેસ પસંદ આવી રહી છે તો ઘણા લોકોને તેમનો આ રીતે વીડિયો બનાવવું પસંદ નથી આવી રહ્યું. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

Dharmik Duniya Team