આ વખતે નવરાત્રીમાં કરો આ સરળ ઉપાય, ઘરમાં આવશે કે ખુશહાલી

માતાજી મિનિટોની અંદર દર્શન આપશે, આ સરળ ઉપાય કરો

હિન્દૂ પંચાંગ અનુસાર, અશ્વિન માસ એટલે કે આસો માસની શુક્લ પક્ષની એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આ વર્ષ 17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. માન્યતા છે કે, નવરાત્રિમાં ભક્તો જે કંઈ માંગે છે તે બધી જ મનોકામના પુરી થાય છે. કોરોના કાળ દરમિયાન તમે મંદિર તો નહીં જઈ શકો પરંતુ ઘર પર જ ઉપાય કરો જેથી મનની ઈચ્છા પુરી થઇ જશે. આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે તમે ઘર પર આસાનીથી કરી શકો છો. આ ઉપાય કરવાથી તમે ઘરમાં પોઝિટિવ ઉર્જા અને ખુશી મેળવી શકશો.

આંબા અને આસોપાલવના પાનને શુભ માનવામાં આવે છે. તમે તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી લો. નવરાત્રીના સમયમાં આંબા અને આસોપાલવનું તોરણ બાંધવાથી નેગેટિવિટી દૂર થાય છે. ઘરમાં શુદ્ધ ઉર્જા મહેસુસ કરશો.

ઘરમાં કોઈ પણ પૂજા હોય પહેલા તો દુંદાળા દેવ ગણેશની જ આરાધના પહેલા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગણપતિના આશીર્વાદ લેવા જોઈએ. આ દરમિયાન ગણેશજીની તસ્વીર રાખવી જોઈએ. જેનાથી જીવનમાં આવતી બધી તકલીફ દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર સાથિયો બનાવો. જેનાથી ઘરની નેગેટિવ ઉર્જાને દૂર કરી શકાય છે. ઘરમાં પોઝિટિવિટીનો વાસ થાય છે. આટલું જ નહીં તમારા રોકાયેલા કામ પણ પુરા થવા લાગે છે.

ઘરના પ્રવેશ દ્વારા પર લક્ષ્મીજીના પગલાંના નિશાન બનાવો. નવરાત્રીના સમયમાં માતા લક્ષ્મી જેના ઘરમાં વાસ કરે છે તેના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. દુર્ગા પૂજાના સમયે પ્રવેશ દ્વાર પર લક્ષ્મીજીના પગના નિશાન જરૂર લગાવો.

નવરાત્રી દરમિયાન તમે કોઈ પણ એક દિવસ લક્ષ્મી માતાના મંદિરમાં જાઓ. આ સાથે જ લક્ષ્મી માતાના મંદિરમાં કેસર અને પીળા ચોખા ચડાવો. આ ઉપાયથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે અને ઘરમાં શુભતાનો વાસ થશે.

Team Dharmik