નવરાત્રી દરમિયાન કરી દો આ 5 કામ, મળી જશે માતાજીની વિશેષ કૃપા-બધી જ મનોકામના થશે પુરી

17 ઓકટોબરથી આસો નવરાત્રી શરૂ થશે. આ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા નવ દુર્ગાના નવ રૂપનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ નવરાત્રી દરમિયાન સાચા મનથી માતાજીની પૂજા કરવામાં આવે તો ભક્તોની બધી મનોકામના પુરી થાય છે. આજે અમે તમને નવરાત્રિના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી માતાજી આસાનીથી પ્રસન્ન થઇ શકે છે

આવો જાણીએ ચમત્કારિક ઉપાય

1.પતિના લાંબા આયુષ્ય માટે
તમારા પતીની લાંબી આયુષ્ય માટે સુહાગન મહિલાને નવરાત્રીના આખરી દિવસોમાં લાલ બંગડી, ચાંદલા, કંકુ અને ચૂંદડી આપો. આ ચીજ આપવાથી માતાની કૃપા થાય છે અને પતિની આયુષ્ય લાંબી થઇ જાય છે.

2.ચાંદીનો સિક્કો કરો અર્પિત

માતા દુર્ગાની પૂજા કરતી વખતે તમે ચાંદીનો સિક્કો અર્પણ કરો. નવરાત્રીના પહેલા દિવસે તમે એક ચોંકીની સ્થાપના કરો.આ બાદ પૂજા દરમિયાન સૌ પ્રથમ માતા દુર્ગાને લક્ષ્મી ગણેશનો સિક્કો અથવા ચાંદીના નાળિયેર અર્પણ કરો. નવરાત્રીના છેલ્લા દિવસે આ સિક્કો તમારી તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી તમને ધન પ્રાપ્ત થશે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે.

ધન લાભ માટે માટે તમે આ ઉપાય પણ કરી શકો છો. આ ઉપાય નવરાત્રી દરમિયાન તમે કોઈ કિન્નર પાસેથી પૈસા લઇ અને તેને લાલ રંગના કાપડમાં બાંધી દો. આ પછી આ કાપડને તમારા પર્સ અથવા કબાટની તિજોરીમાં રાખો.

3.ઈચ્છીત વસ્તુ મેળવવા માટે
નવરાત્રી દરમિયાન માટીથી બનેલા ઘડાને ઘરે લઇ આવો અને તેને પૂજા ઘરમાં રાખો. માતાજીની પૂજા કરવાની સાથે આ ઘડાની પણ પૂજા કરો. નવરાત્રીના છેલ્લા દિવસે આ ઘડાને પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી તમને મનગમતી વસ્તુ મળી જાય છે.

4.કોઈ કામ પૂર્ણ કરવા માટે
કોઈ કામ અડચણ આવતી હોય તો નવરાત્રી દરમિયાન આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી કામ આસાનીથી સફળ થઇ જાય છે. આ ઉપાય કરવા માટે લાલ દોરી લો, જેમાં માતાજીનું નામ લઈને 9 ગાંઠ મારો. આ દોરાને માતાજીને અર્પણ કરી દો.

5.જલ્દી લગ્ન કરવા માટે
જે લોકોના લગ્ન ના થતા હોય તે લોકોએ નવરાત્રીમાં નવ દિવસ માતાજીની પૂજા કરો. પૂજા દરમિયાન તમે માતા દુર્ગાનો પાઠ કરી શકો છો. પાઠ પૂજા થયા બાદ માતાજીની આરતી કરો. આ રીતે 9 દિવસ સુધી પૂજા કરો અને છેલ્લા દિવસે હવન કરો. જલ્દી જ લગ્ન થઇ જાય છે.

Team Dharmik