આ નવરાત્રીમાં કરો માતાજી સાથે જોડાયેલા 9 ઉપાય, ભક્તોની દરેક મનોકામના થશે પૂર્ણ

માતાજીની પૂજા-આરાધનાનો પર્વ શારદકીય નવરાત્રીનો 17 ઓક્ટોબરથી આરંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ સમય માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહુ જ શુભ માનવામાં આવે છે. ભક્તો આ દરમિયાન વ્રત રાખે છે અને માતાજીની ભક્તિમાં લિન રહે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિ પર માતાજીના આશીર્વાદ રહે છે તે વ્યકિતના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઇ જાય છે. વ્યક્તિ તેનું જીવન ખુશીમાં પસાર કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રીના દિવસોમાં માતાજીથી જોડાયેલા ઉપાય કરવામાં આવે તો આશીર્વાદ મળે છે. આટલું જ નહીં માટે દુર્ગાના આશીર્વાદથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.

આખરે નવરાત્રીમાં ક્યાં ઉપાય કરવાથી માતાજીને પ્રસન્ન કરવામાં આવી શકે છે ?

આપણે બધા જાણીએ છીએ કે, નવરાત્રીના 9 દિવસમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તમે નવરાત્રીના સમયમાં 9 દિવસ સુધી માતાજીની પૂજા અવશ્ય કરો. આ ઉપાય કરવાથી વિદેશ યાત્રાની મનોકામના પુરી થાય છે.

જો તમારા જીવનમાં આર્થિક પરેશાની હોય તો નવરાત્રીના સમય દરમિયાન ચાંદીની કોઈ પણ વસ્તુ લઈને માતાજીને સમર્પિત કરો. આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. જો તમે નવરાત્રીમાં કોઈ પણ દિવસે ઘરમાં ગાયનું ઘી લાવીને રાખો છો તો આરોગ્ય જીવનની પ્રાપ્તિ થાય છે. માતાજીની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

વર્તમાન સમયમાં બધા લોકોનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. તમે પણ ઘર ઇચ્છતા હોય તો નવરાત્રીમાં માટીનું નાનું ઘર લાવીને પૂજા સ્થળમાં રાખો. માન્યતા અનુસાર, આ ઉપાય કરવાથી ઘરના ઘરનું સપનું પૂરું થાય છે.

નોકરીના ક્ષેત્રમાં તમને પ્રમોશન મળે તો નવરાત્રીનામાં ત્રણ નારિયેળ લઈને પહેલા ઘરમાં રાખો. નોમના દિવસે આ નારિયેળને મંદિરમાં જઈને અર્પણ કરો. જો તમે નવરાત્રીના સમયમાં ધૂપ, સુગંધ, અગરબત્તી અથવા ચમકીલી કોઈ વસ્તુ ખરીદો છો તો તેનાથી તમારા વ્યક્તિત્વનું આકર્ષણ વધે છે.

જો તમે પતિની લાંબી આયુષ્ય ઇચ્છતા હોય તો આ નવરાત્રી દરમિયાન સુહાગની વસ્તુ લઈને માતા કાલિને નોમના દિવસે અર્પણ કરો. જો તમે ઇચ્છતા હોય કે આ નવરાત્રીમાં બધા જ કામકાજમાં સફળતા મળે તો નવરાત્રિમાં લાલ દોરો લઈને તેના પર 9 ગાંઠ લગાવીને દેવી માતાને સમર્પિત કરો. આ ઉપાય કરવાથી બધા કામમાં સફળતા મળશે.

જો તમે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ નવરાત્રી પર 9 દિવસમાં કિન્નર પાસેથી પૈસા લઈને તિજોરી અથવા પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે.

Team Dharmik