શનિવારના દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે બસ કરી લો આ કામ, દરેક દિવસે જોવા મળશે ચમત્કાર

હનુમાનજી એક એવા દેવતા છે જેના શરણમાં જવાથી એક સાથે અનેક સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. જો શનિવારના દિવસે આ તકલીફોથી છુટકારો મેળવવા માએ બહુ જ ચમત્કારિક ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો. આ ઉપાયથી હનુમાનજીની કૃપાથી ચમત્કાર દરેક દિવસે અલગ-અલગ રૂપમાં જોવા મળશે. આ ઉપાય કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમને કોઈ રોક-ટોકના કરે.
આવો જાણીએ શનિવારના દિવસે શું અને ક્યારે કરવાનું છે ?

શનિવારના દિવસે કાળા ઘોડાની નાળ અથવા કોઈ જૂની નાળથી બનેલી લોખંડની વીંટી લઈને હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીના ચરણમાં રાખીને 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા બાદ જમણા હાથથી ઉઠાવીને તેમાં થોડા હનુમાનજીના ચરણનો સિંદૂર લગાડીને સીધી હાથની મધ્યમાં આંગલીમાં પહેરી લો. આ ઉપાય કરવાથી બધું પરેશાની દૂર થશે.

શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને આંકડાના 108 પાનથી બનેલી માળા જે સિંદૂરથી રામનામથી અંક્તિ છે જે પહેરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.


શનિવારના દિવસે સવારે થોડા કાળા તલ, લોટ અને ખાંડને મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આ ઉપાય કરવાથી આવકમાં વધારો થશે.

શનિવારના દિવસે સવારે ગંગાજળથ સ્નાન કર્યા બાદ એક વાટકીમાં સરસવનું તેલ લઇ લો. આ બાદ આ તેલમાં તમારો ચહેરો જોઈને તેલનું દાન કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને કરવાથી બધી જ તકલીફ દૂર થાય છે.

શનિવારના દિવસે ઘરમાં બનેલી તાજી રોટલી,આ સરસોનું તેલ લગાડી આ રોટલી કાળા કુતરાને ખવડાવો. આ સાથે જ સાંજે પીપળાના ઝાડ પાસે દેશી ઘીનો 2 દિવા પ્રગટાવવાથી હનુમાનજી બધી મનોકામના પુરી કરી દેશે.

 

Team Dharmik