માં લક્ષ્મીએ પોતે કહ્યું છે કે જે વ્યક્તિ આ સમયે પોતાના ઘરમાં સાવરણીથી કચરો કાઢશે તેનું ઘર હું ધન-દૌલતથી ભરી દઇશ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા રોજિંદા જીવનમાં કોઇને કોઈ રૂપે જોડાયેલી છે. તેમાંથી ઘણી વાતો શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે અને ઘણી વાતો આપણે માન્યતાઓના આધારે પણ માનતા આવ્યા છીએ. આ માન્યતાઓ આપણા વડીલો પાસેથી આપણી પાસે આવેલી છે અને આપણામાંથી આવનારી પેઢીમાં જશે. આ પેઢી દર પેઢી ચાલતી રહે છે. આ માન્યતાઓને એમ જ માનવામાં આવતી નથી, પરંતુ તેની પાછળ ઘણા ધાર્મિક કારણ પણ હોય છે અને ઘણાં નક્કર કારણો પણ હોય છે. જેમકે તમે પોતાના ઘરમાં વડીલો ને એવું કહેતા જરૂરથી સાંભળ્યા હશે કે દીવો આવી રીતે નહીં પરંતુ આવી રીતે પ્રગટાવવો જોઈએ તથા રાતના સમયે સાવરણીથી કચરો સાફ કરવો જોઈએ નહીં.

ઘણી વખત આપણે રાતના સમયે ઘરમાં સાવરણીથી કચરો સાફ કરતા હોઈએ છીએ તો વડીલો આપણને ઠપકો આપે છે અને કહે છે કે રાતના સમયે કચરો કાઢવો જોઈએ નહીં, તેનાથી ધનહાનિ થાય છે. તો ચાલો જાણીએ કે આવું શા માટે કહેવામાં આવે છે અને રાતના સમયે સાવરણીથી કચરો કાઢવાથી શું નુકસાન થઈ શકે છે. સાથોસાથ તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કચરો કાઢવા માટેનો યોગ્ય સમય કયો જણાવવામાં આવેલ છે.

રાતના સમયે કચરો કાઢવાની મનાઈ શા માટે છે: હકીકતમાં તેની પાછળ ઘણા કારણ છે એક સામાન્ય કારણ છે કે સુર્યોદય અથવા રાતના સમયે કચરો કાઢવાથી વડીલો એટલા માટે મનાઈ કરે છે કેમ કે ઘરની કોઈ વસ્તુ જમીન પર પડી ગઈ હોય તો રાતના સમયે કચરો કાઢતા સમયે તે આપણને જ દેખાતી નથી અને એવું બને છે કે કચરાની સાથોસાથ તે ચીજ પણ બહાર ચાલી જાય. વળી બીજું કારણ ધર્મ સાથે જોડાયેલ છે, માનવામાં આવે છે કે રાતના સમયે સાવરણીથી કચરો કાઢવામાં આવે તો ધનની દેવી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેનાથી આર્થિક તંગી આવી શકે છે.

કચરો કાઢવાનો યોગ્ય સમય: વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો રાતના સમયે સાવરણીથી કચરો કાઢવાથી અને કચરો એકઠો કરવાથી પ્રગતિ અટકી જાય છે. સાથોસાથ માં લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે. જેના લીધે ધનહાની થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે સાંજના સમયે સાવરણીથી કચરો કાઢવાથી ઘરની પોઝિટિવ એનર્જી બહાર ચાલી જાય છે. હવે જો વાત કરવામાં આવે કે કચરો ક્યારેય કાઢવો જોઈએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આખા દિવસમાં ચાર વખત સાવરણીથી કચરો કાઢી શકાય છે.


હકીકતમાં દિવસ અને રાત બંનેનાં ચાર પહેર હોય છે. દિવસના ચાર પહેરમાં સાવરણીથી કચરો કાઢવો યોગ્ય માનવામાં આવે છે, પરંતુ રાત્રિના ચાર પહેરમાં ભુલથી પણ કચરો કાઢવો જોઈએ નહીં અને ઘરની સાફ સફાઈ કરવી જોઈએ નહીં. હકીકતમાં રાત્રિના ચાર પહેર માં સાવરણીથી કચરો કાઢવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ઘર ઉપર આર્થિક સંકટ છવાઈ જાય છે. માં લક્ષ્મી આ સમયે કચરો કાઢવાથી રિસાઈ જાય છે. જણાવી દઈએ કે રાત્રિના ચાર પહેરમાં, પહેલો પહેર સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી, બીજો પહેર રાત્રીના ૯ થી ૧૨ વાગ્યા સુધી, ત્રીજો પહેર રાત્રિના ૧૨ થી ૩ વાગ્યા સુધી અને ચોથો પહેર રાત્રિનાં ૩ થી ૬ વાગ્યા સુધી માનવામાં આવે છે.

એટલે કે સાંજે ૬ વાગ્યા બાદથી ઘરમાં સાવરણીથી કચરો કાઢવો વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલકુલ પણ યોગ્ય નથી. કચરો કાઢવા માટેનો સૌથી ઉત્તમ સમય સવારે ૬ વાગ્યા થી લઇ ને સાંજના ૬ વાગ્યા સુધીનો હોય છે. તમે દિવસના આ ચાર પહેરમાં કોઇપણ સમયે કચરો કાઢી શકો છો. પરંતુ સાંજે સુર્યાસ્ત થયા બાદ ક્યારેય પણ કચરો કાઢવો જોઈએ નહીં.

Team Dharmik