પાવાગઢ મંદિરના પરિસરમાં દેખાયો મોટો ચમત્કાર અને અદ્ભુત નજારો ! જોઈ લો શુ થયુ…

હાલ જ નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે. ત્યારે આ વર્ષે સરકારે નવરાત્રીમાં ઘણી છૂટછાટ આપી હતી અને કેટલીક ગાઇડલાઇન સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે ઘણી મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. પાવાગઢ ખાતે નવરાત્રીમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. જેને જોઇને લોકો હેરાન રહી ગયા હતા. વિચલિત કરતા શ્રદ્ધાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રી દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇ આયોજન કરવામાં આવ્યુ નથી. પરંતુ ભક્તો માતાના દર્શન કરી શકે તે માટે મંદિર પરિસર ખુલ્લુ રાખવામાં આવ્યુ છે. નવરાત્રીના તહેવારને કારણે માઇ ભક્તો મોટી સંખ્યામાં મહાકાળી માના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પાવાગઢ મંદિર ખાતે એક પર પ્રાંતિય  મહિલા જીભ ફેરવતી જોવા મળી હતી. તે હાથમાં તલવાર લઇ ધૂણી રહી હતી અને વારંવાર જીભ પર તલવાર ફેરવતી હતી.

જણાવી દઇએ કે, મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની એક મહિલા તેના પરિવાર સાથે મા મહાકાળીના દર્શન માટે આવી હતી. તે તલવાર લઇ ધૂણવા લાગી હતી અને વારંવાર જીભ પર તલાવર ફેરવતી હતી. આ જોઇ લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મહાકાળી માતાજીની હાજરી બાદ મહિલા આ પ્રકારે પરચા પૂરે છે. ત્યારે મહિલા જે રીતે અટ્ટહાસ્ય કરે છે તે જોતા શ્રદ્ધાળુઓને મહાકાળીના દર્શન થયા છે. આ ઉપરાંત દુખિયાના દુઃખ દૂર કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Team Dharmik