ચોકલેટ ખાવાને કારણે એક 8 વર્ષના માસૂમનું છીનવાઇ ગયુ જીવન, ઓસ્ટ્રેલિયાથી લાવેલ ચોકલેટ ખાતા ખાતા જ ગયો બાળકનો જીવ

8 વર્ષનો સંદીપ સ્કૂલમાં ચોકલેટ ચોકલેટ ખાતા-ખાતા બેહોંશ થઇ ગયો ! દરેક માં-બાપ આ જલ્દી વાંચજો દીકરા દીકરીને પ્રેમ કરતા હોવ તો

ઘણીવાર એવી એવી ખબરો સામે આવે છે કે સાંભળી આપણે પણ હેરાન રહી જઇએ છીએ. ત્યારે હાલમાં એક એવી ખબર સામે આવી જેમાં એક 8 વર્ષના બાળકે ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. તેલંગાણામાં કથિત રીતે ચોકલેટથી ગૂંગળામણને કારણે આઠ વર્ષના છોકરાનું મોત થયું હતું. 26 નવેમ્બર શનિવારની આ ઘટનાની માહિતી સામે આવ્યા બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા. બાળક સ્કૂલમાં ચોકલેટ ખાઈ રહ્યો હતો જે તેના ગળામાં ફસાઈ ગઇ. જેના કારણે બાળકની હાલત એટલી બગડી ગઈ કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

ત્યાં તેનું મોત થયું હતું. મીડિયા અહેવાલો અનુસાર, આ ચોંકાવનારો મામલો તેલંગાણાના વારંગલ જિલ્લાનો છે. મૃતક બાળકનું નામ સંદીપ છે. પોલીસે જણાવ્યું કે સંદીપ જિલ્લાની શારદા હાઈસ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા કુંવર સિંહ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા. તે તેના પુત્ર માટે ચોકલેટ લાવ્યા હતા. બાળક અવારનવાર ચોકલેટ લઈને શાળાએ જતો હતો. શનિવારે પણ તે ચોકલેટ લઈને સ્કૂલ ગયો હતો.રિપોર્ટ અનુસાર, સંદીપે સવારે 10 વાગ્યાની આસપાસ સ્કૂલમાં ચોકલેટ ખાધી હતી

અને તે તેના ગળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે બાળકનો શ્વાસ બંધ થઈ ગયો હતો. જ્યારે તેની તબિયત બગડી તો સ્કૂલ મેનેજમેન્ટે પેરેન્ટ્સને બોલાવીને ઘટનાની જાણકારી આપી. બાળકને તાત્કાલિક એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંના તબીબોએ જણાવ્યું કે હોસ્પિટલ પહોંચતા પહેલા બાળકનું મોત થઈ ગયું હતું. કુંવર સિંહને ત્રણ બાળકો છે, બે પુત્રો અને એક પુત્રી. તે ઓસ્ટ્રેલિયાથી બાળકો માટે ચોકલેટ લાવ્યા હતા. ત્રણેય બાળકો એક જ શાળામાં અભ્યાસ કરે છે. ઘટનાના દિવસે તેની માતા ગીતા સિંહે તેને ચોકલેટ આપી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંદીપે સ્કૂલની સીડી ચડતી વખતે ચોકલેટ ખાવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે તેના ગળામાં ચોકલેટ ફસાઈ ગઈ અને તે બેહોશ થઈ ગયો. જ્યારે તેના સાથીઓએ આ ઘટના અંગે શાળા મેનેજમેન્ટને જાણ કરી ત્યારે બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને માતા-પિતાને જાણ કરવામાં આવી.માહિતી મળતાં જ કુંવરસિંહ શાળાએ પહોંચ્યા અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો. ડૉક્ટરોએ બાળકના ગળામાં ફસાયેલી ચોકલેટ કાઢી. પરંતુ ત્યાં સુધીમાં સંદીપનું શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયું હતું. રિપોર્ટ અનુસાર બાળકના માતા-પિતાએ સ્કૂલ વિરુદ્ધ કોઈ ફરિયાદ કે કેસ નોંધાવ્યો નથી.

Team Dharmik