Dharm

આ 4 કામ કરનારા લોકોના જલ્દી થઇ જાય છે મૃત્યુ, ચાણક્ય નીતિમાં જણાવવામાં આવી છે આ ચાર મહત્વની વાતો

દરેક વ્યક્તિ લાબું અને નિરોગી જીવન જીવવા માંગતો હોય છે. પરંતુ ઘણીવાર આપણું શરીર સાથ નથી આપતું. મનુષ્યનું જીવન તેના કર્મો ઉપર પણ આધાર રાખે છે. ચાણક્ય નીતિની અંદર એવા જ ગૂઢ રહસ્યો જણાવવામાં આવ્યા છે. આચાર્ય ચાણક્ય ખુબ જ જ્ઞાની હતા અને તેમને પોતાના જ્ઞાનના આધારે ચાણક્ય નીતિમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે આપણા જીવન સાથે સંકળાયેલી છે. આજે અમે તેમને ચાણક્ય નીતિમાં જણાવેલા એવા ચાર કામ વિશે જણાવીશું જે માણસના અકાળે મૃત્યુનું કારણ બને છે. ચાલો જોઈએ એવા 4 કારણો…

1. પોતાના વડીલોનું સન્માન ના કરનાર: ઘણા લોકોને આપણે જોયા છે કે તે તેમનાથી મોટી ઉંમરના લોકોનું સન્માન નથી કરતા. તો આવા લોકોનું પણ મૃત્યુ વહેલું થઇ જાય છે. કારણે કે વડીલોનું સન્માન ના કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. તેને માનસિક હાનિનો સામનો કરવો પડે છે. માટે ચાણક્ય કહે છે કે દરેક પોતાનાથી મોટી ઉંમરના દરેક વડીલનું સન્માન કરવું જોઈએ.

2. સ્વયંની ચિતા ના કરનારા: જે લોકો પોતાની જ ચિંતા નથી કરતા તે લોકોનું મૃત્યુ પણ બીજા લોકોનું તુલનામાં વહેલું થતું હોય છે. માણસે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ, પોતે પોતાની જાતે જ સ્વચ્છ રહેવું જોઈએ. ચાણક્ય કહે છે કે પોતાની જાતને શુદ્ધ રાખનાર માણસ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે.

3.વિદ્વાનો સાથે દુર્વ્યવહાર કરનાર: આપણા ધર્મમાં વિદ્વાનોનું સ્થાન ખુબ જ ઉપર રાખવામાં આવ્યું છે માટે વિદ્વાનો અને મહાત્માઓ સાથે ક્યારેય દુર્વ્યવહાર ના કરવો જોઈએ. આમ કરનાર પણ પાપનો ભાગીદાર બને છે અને સમય કરતા વહેલા મૃત્યુને પામે છે.

4. ગુરુનું અપમાન કરનાર: શાસ્ત્રોમાં ગુરુને દેવ માનવામાં આવે છે. માટે ભૂલથી પણ ક્યારેય ગુરુનું અપમાન ના કરવું જોઈએ. ગુરુ અપમાન કરવું એ સૌથી મોટા પાપના ભાગીદાર બનાવની નિશાની છે. અને આ પાપ જ આપણને મૃત્યુ તરફ લઈ જાય છે. જેના કારણે મૃત્યુ પણ સમય કરતા વહેલું થાય છે.