લગ્નમાં થઇ વરરાજાની એન્ટ્રી, દુલ્હન સંતાઈ સંતાઈને જોવા લાગી, પછી થયું કંઈક એવું કે… જુઓ વીડિયો

માંડવે જાન લઈને આવેલા વરરાજાને જોવા માટે દુલ્હન બની ઘેલી, પછી કર્યું એવું કામ કે.. જુઓ વીડિયો

લગ્નની સીઝન ચાલુ થઇ ગઈ છે અને લગ્નના મુહૂર્ત પણ નીકળી ગયા છે, ત્યારે હવે લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોવા મળશે. એમ પણ લગ્નના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે એક દુલ્હનના મસ્તી ભર્યા અંદાજનો છે.

લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસ માટે, તે ઘણાં સપનાં જુએ છે અને ઘણી તૈયારીઓ કરે છે. આ ઉપરાંત જ્યારે તેને તેની પસંદગીનો વર મળે છે ત્યારે તેના લગ્ન છોકરી માટે વધુ ખાસ બની જાય છે. પોતાનો મનગમતો વરરાજા મળવાની ખુશી લગ્નમાં પણ અનેરી ખુશી પ્રસરાવી દેતી હોય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાન આવી ગઈ છે અને વરરાજા તેના પરિવાર અને મિત્રો સાથે બેન્ક્વેટ હોલમાં પ્રવેશી રહ્યો છે. પછી કન્યા પણ વરને જોવા માટે બાલ્કનીમાં છુપાઈને ઊભી રહે છે અને છૂપી રીતે વરને જોવા લાગે છે. થોડી જ વારમાં, કન્યા તેના વરને જોઈને એટલી ખુશ થાય છે કે તે બાલ્કનીમાં ઉભા રહીને નાચવા લાગે છે અને હસતાં હસતાં ત્યાંથી નીકળી જાય છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર the.bride.magazine નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- છોકરીને તેની પસંદનો વર મળી ગયો છે. બીજાએ લખ્યું – દરેક દુલ્હન એક જ વરની રાહ જુએ છે.

Dharmik Duniya Team