જામનગરમાં ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી પી ગયા અઢળક સિંધુર

જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા હનુમાન મંદિરમાં એક અનોખી ઘટના બની હતી. શ્રી ફુલીયા હનુમાન મંદિર ખુબ જ પૌરાણિક છે અને તેની સેવા પૂજા કરતા  દીપકભાઈ કુબાવત નામના એક બાબાજી પૂજારી દ્વારા વર્ષોથી પૂજા કરતા આવ્યા છે.

શનિવારે હનુમાન જ્યંતી હોવાના કારણે સવારે 4 વાગ્યે પૂજા થઇ હતી. સવારે 5.15 વાગ્યે સામૈયા-આમંત્રણ સમારોહ પછી સવારે 5:30 વાગ્યે પૂજારી દીપકભાઈને હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થયો હતો ત્યારબાદ  દીપકભાઈએ હનુમાનજીની મૂર્તિ પર એક નવું સિંધુર ચઢાવી દીધું હતું.

હનુમાનજીના થારમાં રહેલું તેલ અને અઢળક માત્રામાં સિંધુર સાથે ભેળવી દેવામાં આવ્યું હતું જેને પૂજારી દીપકભાઈએ હનુમાનજીનો પ્રસાદ સમજીને પી લીધું હતું. શનિવારે ઘણા ભક્તો અને દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં પૂજારી દ્વારા સિંધુરને પ્રસાદ સ્વરૂપે લેવું બધા માટે હેરાન કરી દેવા વાળું હતું. એવું પણ કહેવામાં આવે છે કે સિંધુર પીવાથી અવાજ બેસી જાય છે પરંતુ આ આસ્થાની વાત છે અને જયારે હનુમાન ભક્તે સિંધુર પીધું તો અન્ય ભક્તો પણ ત્યાં જોડાઈ ગયા હતા.

Team Dharmik