જમીન ઉપર બેસીને જમવાથી થાય છે આ 5 ચમત્કારી લાભ

આજે જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. મોટાભાગના લોકો આધુનિકતા તરફ વળી ગયા છે. આધુનિક પહેરવેશ, આધુનિક રહેણી કરણી, આધુનિક ખાણીપીણી. બધું જ જાણે બદલાઈ ગયું છે, ત્યારે મોટાભાગના ઘરોમાં નીચે બેસીને જમવાની આદત પણ હવે તો લુપ્ત થવા લાગી છે. મોટાભાગના ઘરોમાં હવે ડાઇનિંગ ટેબલ આવી ગયા છે. પરંતુ જે લોકો નીચે બેસીને નથી જમતા એ લોકો ઘણું બધું ખોઈ રહ્યા છે. આજે અમે તમને જમીન ઉપર બેસીને જમવાના ફાયદાઓ વિશે જણાવીશું.

1. એક પ્રકારનું છે યોગાસન:
જમીન ઉપર બેસીને જમવું એ એક પ્રકારનું યોગાસન છે. જેને સુખાસન કહેવામાં આવે છે. આ આસનના પણ ઘણા બધા ફાયદાઓ છે. આ આસાન કરોડરજ્જુના હાડકાની તકલીફથી છુટકારો અપાવે છે. આ ઉપરાંત ચિંતા, માનસિક તાણ જેવી સમસ્યાથી છુટકારો આપવા અને મનની શાંતિ આપવામાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ આસનમાં જમતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે, જમતી વખતે આગળની તરફ વધારે ના ઝુકવુ.

2. મોટાપાની સમસ્યા નથી થતી:
સુખાસન ઉપરાંત તમે અર્ધ પદ્માસનમાં પણ બેસીને ભોજન લઇ શકો છો. આ આસનમાં બેસવાના કારણે જમવાનું પાચન થવામાં મદદ મળે છે. જેના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે અને મોટાપાની સમસ્યા પણ નથી સર્જાતી.

 

3. રક્તપ્રવાહ રહે છે સામાન્ય:
જમીન ઉપર બેસીને જમવાના કારણે કમરના નીચેના હાડકાને દબાણ પહોંચે છે. જેનાથી શરીરને આરામ મળે છે. અને શ્વાસ થોડો મધ્યમ બને છે. જેના કારણે રક્ત પ્રવાહ પણ સામાન્ય થાય છે.

4. પાચન ક્રિયામાં આવે છે સુધાર:
ખોટી રીતે જમવાનું જમવાથી સૌથી મોટી અને સામાન્ય સમસ્યા થાય છે પાચન તંત્રનું ખરાબ થવું. જો તમે જમીન ઉપર બેસીને જમવાનું જમશો તો થોડા જ દિવસમાં તમને ફર્ક જોવા મળશે. તેનાથી તમારી પાચન પ્રક્રિયામાં સારો સુધાર આવશે. સાથે જ પેટ સંબંધી બાકી સમસ્યાઓ પણ દૂર થશે.

5. હૃદય બનશે મજબૂત:
જમીન પર બેસીને જમવાથી રક્ત પ્રવાહ યોગ્ય રહે છે. પાચનની પ્રક્રિયામાં લોહીના પ્રવાહનું ખુબ જ મહત્વ છે. જો તમારું ખાધેલું ભોજન જલ્દી અને યોગ્ય રીતે પચશે તો તો હૃદયને પણ ઓછી મહેનત કરવી પડશે અને તે સ્વસ્થ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Dharmik Duniya Team