મોઢા પર ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો આજે જ શરુ કરો લગાવવાનું ચંદન ફેસ પેક, અદભુત છે ફાયદા

આજે અમે તમારા માટે ચંદનના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો ચંદન ખુબ જ સારો વિકલ્પ છે. આયુર્વેદમાં ચંદનનું ખુબ મહત્વ છે. ઘણા ધાર્મિક કાર્યોમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચંદનની સુગંધ ખુબ જ મનમોહક હોય છે.

ચંદનના ઘણા બધા ફાયદા છે. ચંદનનો ઉપયોગ વિશેષ રૂપથી ત્વચાની સંભાળ માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ જેવા ઘણા ગુળધર્મો હોય છે. આ ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ખીલ, ફોલ્લીઓ, ત્વચા સંક્રમણ, શુષ્કતા, ઓઈલી ત્વચા વગેરે જેવી સમસ્યાનો ઈલાજ કરવામાં મદદ કરે છે.

એક રિચર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચંદન એક ઈમોલેટિંગ રીતે કામ કરી શકે છે જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરી શકે છે. એક અન્ય શોધ અનુસાર ચંદનમાં ત્વચાને મોઈશ્ચરાઈઝ અને હાઈડ્રેટ કરવાના ગુળ રહેલા છે. ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં ચંદન ઉપયોગ કરવામાં આવતું હોય છે.

જો તમે ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન છો, તો એક ચમચી ચંદન પાવડર અને નારિયેળ તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેનાથી આંખોની માલિશ કરો, તેના રોજિંદા ઉપયોગથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.

ઉનાળાની ઋતુમાં સન ટેનિંગ અથવા સન બર્ન એક સામાન્ય સમસ્યા છે. જો કે, ચંદનનો પેક આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે કાકડીના રસમાં એક ચમચી દહીં, એક ચમચી મધ, લીંબુના રસના થોડા ટીપાં અને એક ચમચી ચંદન પાવડર મિક્સ કરવાનો છે. હવે આ પેસ્ટને ચહેરા અથવા હાથ પર માસ્કની જેમ લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. તેનાથી ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ અને સનટેનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

વર્ષમાં અમુક એવા દિવસો આવે છે જ્યારે આપણી સ્કિન ખૂબ જ કોમળ અને સુંદર દેખાય છે, પરંતુ દરેક એવું ઈચ્છે કે, હંમેશા સ્કિન આવી જ રહે. હવામાનમાં ફેરફારની અસર આપણી ત્વચા પર પણ પડે છે. જો તમારી સ્કિનનો ગ્લો ખોવાઈ ગયો છે, તો ચંદનનો ઉપયોગ રામબાણ ઈલાજ બની શકે છે. ચંદનના તેલથી ચહેરા પર માલિશ કરો અને તેને આખી રાત રહેવા દો. સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બનશે.

જો તમારી ત્વચા ઓયલી છે તો તેના માટે ચંદનના પાવડરમાં ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. થોડા સમય માટે તેને ચહેરા પર રાખો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. તેનાથી ત્વચાના તેલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Team Dharmik