ઘરમાં કાચબો રાખવાથી ધનલાભ જ નહિ અન્ય પણ છે ઘણા ફાયદાઓ

ફેંગશુઈ અને ધાર્મિક માન્યતાઓના આધારે પોતાના ઘરે કે કાર્યસ્થળ પર કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે કાચબો રાખવાથી ક્યાં ક્યાં લાભ થાય છે.

1. વિષ્ણુનો અવતાર:
પૌરાણિક કથાઓમાં પણ કાચબાનો ઉલ્લેખ મળે છે. કાચબાને એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કેમ કે ભગવાન વિષ્ણુએ પણ કાચબાનો અવતાર લીધો હતો જેને ‘કૂર્મ અવતાર’ના નામે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કરીને સમુદ્ર મંથનના સમયે પર્વતને પોતાના કવચ પર ઊંચક્યો હતો.

2. ઘરમાં બનેલી રહે છે શાંતિ:
જો કોઇના ઘરમાં વારંવાર ઝઘડા કે ક્લેશ થતા રહે છે તો તેવા ઘરમાં બે કાચબાની જોડીને રાખવો જોઈએ. આવું કરવાથી પરિવારના લોકો વચ્ચે મનમુટાવ દૂર થઇ જાય છે અને પ્રેમનું વાતાવરણ સર્જાશે. ઘરમાં કાચબો રાખવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા પણ દૂર થઇ જાય છે.

3. ધનને લગતી સમસ્યાઓ દૂર કરવા:
વાસ્તુના આધારે ઉત્તર દિશાને શુભ દિશા માનવામા આવે છે. ઉત્તર દિશા લક્ષ્મીની પણ પ્રિય દિશા છે માટે કાચબાને ઉત્તર દિશા તરફ રાખવાથી ધનલાભ થાય છે. ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર ઉત્તર દિશામાં ક્રિસ્ટલનો બનેલો કાચબો રાખવાથી ધનને લગતી સમસ્યા દૂર થાય છે.

4. સંતાન પ્રાપ્તિ માટે:
વાસ્તુ અને ફેંગશુઈના આધારે એવો કાચબો કે જેના પીઠ પર કાચબાનું બચ્ચું પણ બેઠેલું હોય તેને સંતાન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહયા હોય કે લાંબા સમયથી સંતાન ન થઇ રહ્યું હોય તેવા ઘરમાં આવો કાચબો રાખવાથી સંતાન સુખ મળે છે.

5. સકારાત્મક ઉર્જાના વહન માટે:
કારકિર્દી, નોકરી અને વ્યાપારમાં તરક્કી મેળવવા માટે કાચબો શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થી વર્ગ માટે પીતળનો કાચબો સફળતા મેળવવામાં મદદરૂપ થઇ શકે છે. કાચબા દ્વારા સકારાત્મક ઉર્જાનું વહન થાય છે જે કારગર સાબિત થાય છે.

6. ખરાબ નજર કે બીમારીઓને દૂર કરવા:
શાસ્ત્રોના આધારે કાચબાને ઘરે રાખવાથી ખરાબ નજરથી બચી શકાય છે અને નજર દોષ પણ દૂર થઇ જાય છે. જો કોઈને સ્વાસ્થ્યમાં લાંબા સમયથી સમસ્યા છે તો કાચબાને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને બીમારીઓ પણ દૂર થઇ જાય છે.

7. શયનખંડમાં ક્યારેય ન રાખો કાચબો:
ફેંગશુઈના આધારે કાચબાને તમારા શયનખંડમાં ક્યારેય રાખવો ન જોઈએ, જે ખુબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. અને સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનું વહન થાય છે.

8. ઉંમરમાં થાય છે વધારો:
કાચબો લાબું જીવન જીવનારું પ્રાણી છે માટે તેને ઘરમાં રાખવાથી ઘરના લોકોની ઉંમરમાં પણ વધારો થાય છે. માટે ઘરે કે ઓફિસમાં કાચબો રાખવો શુભ માનવામાં આવે છે.

Team Dharmik