માઁ વિશ્વાસી મેલડીની માનતાથી લગ્નના 17 વર્ષ બાદ આ દંપતિના ઘરે બંધાયુ પારણુ

ઘણા લોકો દેશમાં એવા હોય છે કે જેમને ભગવાન અને માતાજી પ્રત્યે ઘણી જ આસ્થા હોય છે આ વાતની સાબિતી હાલ એક ઘટનામાંથી મળે છે. લગ્ન બાદ દંપતિ તેમનો પરિવાર પૂર્ણ કરવા માટે બાળકના જન્મની રાહ જોતા હોય છે, તેવામાં કેટલાક લોકો એવું માને કે બાળકનો જન્મ થાય ત્યારે તેમનું નવુ જીવન એટલે કે માતા-પિતા તરીકેનું તેમનું જીવન શરૂ થતુ હોય છે. ઘણીવાર એવું બને છે કે દંપતિને બાળક લગ્નના કેટલાક વર્ષમાં થઇ જાય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતુ હોય છે લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હોવા છત્તાં પણ તેમને સંતાન સુખ મળતુ નથી.

પ્રતિકાત્મક તસવીર

બાળકના જન્મ માટે ઘણા દંપતિઓ માનતા રાખતા હોય છે. ત્યારે ખેરાલુના સુરેશભાઈ અને ભાવનાબેનના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા. લગ્નના ૧૭ વર્ષ બાદ પણ સુરેશભાઈ અને ભાવનાબેનને એક પણ સંતાન ન હતું. અને આ દંપતિએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા દવાખાનાઓની મુલાકત લીધી હતી પણ દંપતીને આટલા પ્રયત્નો કરવા છતાં પર કોઈ સંતાન પ્રાપ્ત થયું ન હતું. તે રોજ ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા કે તેમને એક બાળક આપે.

એક દિવસે એવું થયુ કે આ દંપતિના ઘરે તેમના કોઇ જાણિતા વ્યક્તિ આવ્યા અને તેમણે આ દંપતિને માં વિશ્વાસી મેલડીની બાધા રાખવા માટે કહ્યુ, તેમણે કહ્યુ કે માતાની બાધા રાખવાથી માતા તમને જરૂર એક સંતાન આપશે. ભાવનાબેને તે બાદ બાધા રાખી દીધી કે હે માં જો તમે મને બાળક આપશો તો હું મારા બાળકને લઈને તમારા દર્શન કરવા માટે આવીશ. બાધા રાખ્યાને હજી તો એક વર્ષ પણ પૂરું ન થયું અને દંપતિના ઘરે 17 વર્ષ પછી દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મ બાદ દંપતિ દર્શન કરવા માટે ગયા હતા.

Team Dharmik