બાબા વેંગાની ડરાવણી ભવિષ્યવાણી, ભારતમાં આગળના બે મહિનામાં આવવાની છે આ મોટી મુસીબત, ખાવાની પણ થઇ શકે છે કિલ્લત

બાબા વેંગાની ડરાવણી ભવિષ્યવાણી, બે મહિનાની અંદર ભારતમાં આવી શકે છે આ મોટી મુસીબત

બાબા વેંગા જેમને દુનિયાભરમાં તેમની ભવિષ્યવાણી માટે ઓળખવામાં આવે છે. વર્ષ 2022 માટે જે પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી તે સાચી થતી જોવા મળી રહી છે. તેમણે ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયાઇ દેશોમાં ભયંકર પૂર અને ઘણા દેશોમાં દુષ્કાળને કારણે પાણીની અછતની આગાહી કરી હતી, જે સાચી પણ પડી હતી. આબોહવા પરિવર્તનને કારણે યુરોપ હજુ પણ દુષ્કાળ અને તેજ ગરમીથી પીડાઈ રહ્યું છે.

તેમની આગામી ભવિષ્યવાણી ભારત વિશે છે અને તેમાં 2022માં દુષ્કાળ જેવી સ્થિતિનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે 2022 માટે વધુ 3 ભવિષ્યવાણીઓ કરી હતી, જે ભયંકર રોગચાળાની શરૂઆત વિશે વાત કરે છે. આગાહી મુજબ, વૈજ્ઞાનિકો સાઇબિરીયા દેશમાંથી એક નવો વાયરસ શોધી કાઢશે. બાબા વેંગાએ તેના વિશ્વવ્યાપી ફેલાવાની આગાહી કરી હતી, જેના પરિણામે લાખો લોકો મૃત્યુ પામશે. ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે અને અન્ય આગાહીઓમાં એલિયન્સનું આગમન સામેલ છે. બાબા વેંગાએ અત્યાર સુધી જે પણ આગાહીઓ કરી છે તે સચોટ છે. 

ઉદાહરણ તરીકે, 9/11 ના રોજ, જ્યાં તેણે “સ્ટીલ બર્ડ્સ” દ્વારા હુમલાની આગાહી કરી હતી, ત્યાં યુનાઇટેડ સ્ટેટ્સના 44મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તેમની આગાહી પણ સાચી પડી, જેઓ આફ્રિકન-અમેરિકન હતા. એવી કેટલીક આગાહીઓ પણ છે જે સાચી ન પડી જેમ કે નવેમ્બર 2010માં બીજું વિશ્વ યુદ્ધ જે 2014માં સમાપ્ત થશે, રાસાયણિક યુદ્ધથી ત્વચા કેન્સર, આગાહી યુરોપ 2016માં નિર્જન થઈ જશે અને ચીન 2018માં વિશ્વ શક્તિ બનશે.ચાલો જાણીએ બાબા વેંગાએ ભારત વિશે શું ભવિષ્યવાણી કરી છે? 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2022માં વિશ્વમાં તાપમાન નીચું રહેશે, જેના કારણે તીડનો પ્રકોપ વધશે. ખોરાકની શોધમાં તીડ ભારત પર હુમલો કરશે. તીડના હુમલામાં પાકને ભારે નુકસાન થશે. આ કારણે ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે અને દેશમાં ભૂખમરાની સંભાવના છે. જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો દેશમાં મોટી મુશ્કેલી આવી શકે છે. આ પહેલા પણ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે, જેના કારણે લોકોના મનમાં ડર આવી ગયો છે. 

જણાવી દઇએ કે, બાબા વેંગા એક સ્ત્રી હતી, જે ફકીર હતી. તેનો જન્મ વર્ષ 1911માં બલ્ગેરિયામાં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેણે પોતાની બંને આંખો ગુમાવી દીધી હતી. જેના કારણે તે બાળપણથી જોઈ શકતી ન હતી. પરંતુ તે પછી તે ભવિષ્ય જોઈ શકતી હતી. બાબા વેંગાનું નિધન વર્ષ 1996માં થયું હતું. પરંતુ તે પહેલા તેણે આખી દુનિયા માટે ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી. આમાંથી ઘણી અત્યાર સુધી સાચી પડી છે.

Team Dharmik