હોસ્પિટલમાં સારવાર સમયે પણ આસારામને ના પડ્યો હતો જપ, નર્સને કહ્યુ- “તુ તો એકદમ માખણ જેવી છે તો પછી…” વર્ષો પહેલાની ઘટના

સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આસારામને છેલ્લા શ્વાસ સુધીની જેલ થઇ છે. જણાવી દઈએ કે જેલમાં ગયા પછી પણ આસારામની વિચારસરણી બદલાઈ નથી. આનો પુરાવો વર્ષ 2016માં બનેલી એક ઘટના છે. જ્યારે તે પોતાની સારવાર માટે દિલ્હી આવ્યો હતો ત્યારે આસારામે AIIMSની નર્સ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. 2016માં એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આસારામે નર્સના ગાલની સરખામણી કાશ્મીરી સફરજન સાથે કરી હતી. ત્યારે આસારામે કહ્યું, ‘તમે પોતે માખણ છો, નાશ્તામાં બ્રેડ સાથે બટર લાવવાની શું જરૂર હતી.’

મામલો એવો હતો કે મેડિકલ ટેસ્ટ પહેલા આસારામને નાસ્તો કરવાનો હતો. AIIMSની નર્સ આસારામ માટે બ્રેડ અને બટર લાવી હતી. ત્યારે આસારામે કહ્યું, ‘તમે માખણ જેવા છો. બ્રેડ સાથે માખણ લાવવાની શું જરૂર છે? આ કહ્યા બાદ આસારામે કહ્યું, તમારા ગાલ કાશ્મીરી સફરજન જેવા છે.’ દિલ્હીની AIIMSમાં સારવાર દરમિયાન આસારામ ડૉક્ટરોને કહેતા રહ્યા કે તેઓ 80 વર્ષના થઈ ગયા છે અને તેઓ વૃદ્ધ છે. ડોક્ટર સાહેબ, મારી સારવાર કરાવો, મને પહેલા જેવો યુવાન બનાવો.

હાલમાં જ આસારામનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શિવરાત્રિના અવસર પર તે જેમાં ઝૂમતો જોવા મળ્યો હતો. આસારામ બીમારીના બહાને જેલમાંથી જામીન મેળવવા માટે 15થી વધુ વખત કોર્ટમાં અરજી કરી ચૂક્યો છે. મહાશિવરાત્રિના અવસરના વીડિયોમાં આસારામ સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાઈ રહ્યો છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં આયોજિત કાર્યક્રમમાં આસારામ વર્ષો પછી જૂની પરિચિત શૈલીમાં દેખાયો હતો. આ ઈવેન્ટમાં આસારામ એ જ એક્શન કરી રહ્યો હતો જે તે પહેલાના કાર્યક્રમોમાં કરતો હતો.

આ કાર્યક્રમમાં આસારામ સંપૂર્ણ ઉત્સાહથી ભરેલા જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં તે ભજન પર ઝૂલતો રહ્યો.સેન્ટ્રલ જેલમાં આયોજિત આ કાર્યક્રમમાં તમામ કેદીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કેદીઓએ મહાદેવની સ્તુતિ રજૂ કરી હતી. કેદીઓ પણ મહાદેવની સ્તુતિ પર જોરદાર નાચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આસારામને 10 દિવસ પહેલા એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો અને પેશાબની નળી કાઢી નાખવામાં આવી હતી. ખરાબ તબિયતને ટાંકીને આસારામ અત્યાર સુધીમાં 15થી વધુ વખત નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી ચૂક્યા છે.

Team Dharmik