3-મે અખાત્રીજના દિવસે ગ્રહોના ફેરફરાથી બની રહ્યા છે આ મહાયોગ, આવી રીતે પૂજા કરવાથી મળશે શુભ ફળ

હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે અક્ષય તૃતીયા(અખાત્રીજ)વર્ષના સૌથી ચાર શુભ મુરતમાની એક છે. આ તિથિ સર્વાધિક સર્વયોગવાળી તિથિ માનવામાં આવે છે. અક્ષય ત્રિતયાને અખાત્રીજ કે જયાં તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દરેક કામનું સારું પરિણામ મળે છે માટે તેને અક્ષય કહેવામાં આવે છે.આ દિવસે કોઈપણ પ્રકારના મુરત વગર જ કોઈપણ માંગલિક કાર્યો પણ સંપન્ન કરી શકાય છે, જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વેગેરે.

અખાત્રીજના દિવસે વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજી અને દશમહાવિદ્યામાં નવમ દેવી ભગવતી રાજરાજેશ્વરી માતંગીનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે વસંત ઋતુની પુર્ણાહુતી અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે અખાત્રીજ મંગળવાર એટલે કે 3 મૈં ના રોજ માનવામાં આવી રહી છે. આ દિવસે ગ્રહોનો અદ્દભુત સંયોગ પણ બની રહ્યો છે જેનાથી અક્ષય તૃતીયાનું  મહત્વ અનેક ગણું વધી ગયું છે. આ દિવસે સોનુ-ચાંદી કે નવી વસ્તુઓ ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે ત્રણ મહાયોગ બની રહ્યા છે. રોહિણી નક્ષત્ર અને શોભન યોગને લીધે મંગળ રોહિણી યોગ બની રહ્યો છે. આ દિવસે ચન્દ્રમાં પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં, શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં, શનિ પોતાની સ્વરાશિ કુંભમાં અને બૃહસ્પતિ પોતાની સ્વરાશિ મીનમાં ઉપસ્થિત રહેશે.મંગળવારે તૃતીયા તિથિ હોવાને લીધે સર્વસિદ્ધિ યોગ બની રહ્યો છે.આ સિવાય કેદાર, શુભ કર્તરી, ઉભયચારી, વિમલ અને સુમુખ નામના પાંચ મહાયોગ પણ બની રહ્યા છે.જ્યોતિષકારોના આધારે ગ્રહોનો આવો દુર્લભ સંયોગ આગળના 100 વર્ષ સુધી નહીં બને, અને આ યોગ 50 વર્ષ બાદ બની રહ્યો છે.

જ્યોતિષકારોના આધારે આ દુર્લભ સંયોગનો પ્રભાવ ખુબ જ શુભ રહેવાનો છે. આ દિવસે સોના-ચાંદી,ઘર-ગાડી, અન્ય પ્રોપર્ટીની ખરીદી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે.આ દિવસે કરવામાં આવતી ખરીદી વિષે એવી માન્યતા છે કે આ વસ્તુ લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને તે ઘર પરિવાર માટે ખુબ જ શુભ રહે છે.આ દિવસે દાનપુણ્ય કરવાનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાત મંદ લોકોને વસ્તુઓ દાન કરી શકાય છે અને સાથે જ પ્રાણિઓને ચારો ખવડાવવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષકારોના આધારે અખાત્રીજના દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 05:39 થી બપોરે 12:18 સુધીનો જણાવવામાં આવ્યો છે.આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાના સમયે ૐ નમો વાસુદેવાય મંત્રનો જાપ ચોક્કસ કરો.

Team Dharmik