શ્રદ્ધાએ 2020 માં પહેલા કીધું હતુ, આફતાબ મારી નાખશે, કહ્યું કે મને 6 મહિનાથી મારી મારીને ઢીબી નાખી, પછી મારી સાથે…

શ્રદ્ધા વાલકરે બે વર્ષ પહેલા જ તેની મોતની આશંકા જતાવી હતી. તે તેના પ્રેમી આફતાબનો અસલી ચહેરો ઓળખી ગઇ હતી. આફતાબ તેની સાથે અવાર નવાર મારપીટ કરતો હતો. આફતાબ શ્રદ્ધાને મારવાની અને ટુકડામાં કાપવાની ધમકી પણ આપી ચૂક્યો છે, આવી ફરિયાદ મહારાષ્ટ્રના વસઇમાં પોલિસે વર્ષ 2020માં દાખલ કરી હતી. તેણે કહ્યું હતુ કે આફતાબથી તેના જીવને ખતરો છે. પરંતુ પોલીસ આફતાબ સામે કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ શ્રદ્ધાએ તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ ભૂલ શ્રદ્ધા માટે ઘાતક સાબિત થઈ.

આફતાબ બદલાયો નહીં, તેણે 18 મે 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કરી નાખી અને પછી તેની લાશના 35 ટુકડા કર્યા. તે શ્રદ્ધાને સતત આવું કરવાની ધમકી આપતો હતો. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે તેના જીવને ખતરો છે. એટલું જ નહીં, શ્રદ્ધાએ દાવો કર્યો કે આફતાબ તેના ટુકડા કરવાની ધમકી આપે છે. શ્રદ્ધાએ મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ ફરિયાદમાં કહ્યું હતું કે,

“હું શ્રદ્ધા વિકાસ વાલકર, ઉંમર 25, આફતાબ અમીન પૂનાવાલા, ઉંમર 26 ફોન નંબર- 7972**15**, 8177**32** અત્યારે વિશે B-302 રીગલ એપાર્ટમેન્ટ, વિજય વિહાર કોમ્પ્લેક્સ (એઆરસી ભવન પાસે) જાણ કરવા માંગુ છું કે તે મારી સાથે દુર્વ્યવહાર કરે છે અને મારપીટ કરે છે. આજે તેણે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો અને તે મને ધમકી આપી રહ્યો છે, મને બ્લેકમેલ કરી રહ્યો છે કે તે મને મારી નાખશે, મારા ટુકડા કરી દેશે. તે છેલ્લા છ મહિનાથી મને મારતો હતો પણ પોલીસમાં તેની જાણ કરવાની હિંમત નહોતી

કારણ કે તે મને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.”આફતાબના માતા-પિતાને તેના હિંસક વ્યવહાર વિશે ખબર છે અને તે એ પણ જાણે છે કે તે મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે એ પણ જાણે છે કે અમે સાથે રહીએ છીએ અને તે સપ્તાહમાં એક વાર ઘરે પણ આવે છે. હું અત્યારે તેની સાથે જ રહી રહી છું, કારણ કે અમે આવનારા દિવસોમાં લગ્ન કરવાના છીએ. પરંતુ હવે હું તેની સાથે રહેવા નથી માંગતી કારણ કે તે મને મારવાની ધમકી આપી રહ્યો છે. જ્યાં પણ એ મને જોશે તે મને મારી દેશે.

ડીસીપી સુહાસ ભાવચેના જણાવ્યા અનુસાર પોલીસને ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પછી શ્રદ્ધાએ કહ્યું કે તેને કોઈ ફરિયાદ નથી. તે તેની ફરિયાદ પાછી ખેંચી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબના કહેવા પર તે તૈયાર થઈ ગઈ. આ પછી તેણે ફરિયાદ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું અને બંને ફરી સાથે રહેવા લાગ્યા.

Team Dharmik