બાળકના નામકરણ કરતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો ભવિષ્યમાં આવી શકે છે આફત

બાળકના જન્મ બાદ પહેલા સંસ્કાર નામકરણ સંસ્કાર હોય છે. જન્મ બાદ તરત જ જાતકર્મના સંસ્કાર હોય છે. ભારતીય પરંપરામાં બાળકના જન્મ પર સમય, દિવસઅને સૂર્યમંડળની સ્થિતિને જોઈને રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે. બાળકનું નામ હિન્દી અક્ષર વર્ણમાળાના પહેલા અને બીજા અક્ષરથી જ રાખવું જોઈએ.

શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે નામ જ બધા લોકની ઓળખ હોય છે. જો નામ આપણને ગમતું હોય એને નામ લેવાથી મનને શાંતિ મળી શકે. જેમકે ભગવાન રામ, કૃષ્ણનું નામ લેવાથી આનંદની અનુભૂતિ થાય છે. નામ જ વ્યક્તિત્વને ભાગ્યશાળી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ કારણે ભારતીય પરિવાર સદીઓથી તેના બાળકોના અન્ય નામ અથવા તો દેવી-દેવતાના નામ પર રાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે, કોઈ પણ માતા પિતા તેના બાળકનું નામ રાવણ, કુંભ કર્ણ, વિભીષણ, કંસ અથવા અન્ય દૈત્યોના નામ પર નથી રાખતા.

જયારે બાળકના જન્મ બાદ નામકરણ કરવામાં આવે તો સમજી-વિચારીને નામ રાખો.બાળકનું નામ રાખતા પહેલા આ વાત પર વિશેષ ચિંતન કરવું બેહદ જરૂરી છે. બાળકનું નામકરણ કરતી વખતે નામ સરળ શબ્દોમાં રાખવું જેથી ઉચ્ચારણ કરતી વખતે સમસ્યા ના આવે.

અડધા શબ્દનો ઉપયોગ બિલકુલના કરવો. વર્તમાન સમયમાં માતા-પિતા તેના નામના શબ્દોને લઈને એક નવો શબ્દ બનાવીને બાળકનું નામ રાખે છે તે પણ એક બહેતરીન વિકલ્પ છે.

માતા પિતા કોશિશ કરે કે બાળકનું નામ હિન્દી અક્ષર વર્ણમાળાનો પહેલો અને બીજો અક્ષર રાખે. બીજા શબ્દનો પ્રયોગ ઓછો કરે. ળકનું નામ રાખતા પહેલા નામના શબ્દનું મહત્વ અને અર્થ પહેલાથી જ સમજી લેવું જોઈએ કારણકે ઘણા એવા શબ્દ હોય છે સાંભળવામાં અને બોલવામાં ભલે સારા લાગતા હોય પરંતુ તેનો અર્થ જીવનમાં અનર્થ કરી દે છે.

Team Dharmik